
પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જીલ્લા ક્રિકેટ એશોસીએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાળ અને જોઈન્ટ સેક્રેટરી પ્રભુદાસભાઈ ગોકાણીએ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ આગામી સીઝન 2025-26 માટેની સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએશન દ્વારા આયોજીત સીનીયર વીમેન્સ ટીમ માટે સીલેકશન નેટનું આયોજનક કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએશન સંચાલીત પોરબંદરના ઐતિહાસીક ધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સીલેકશન નેટનુ આયોજન કરવામાં આવેલ છે.
આ બાબતે આયોજકોએ વધુમાં જણાવ્યું છે કે, આગામી તા. 9 નવેમ્બર 2025, રવીવારના રોજ સવારે 9:00 કલાકે ધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પોરબંદર જીલ્લાની મહીલા સીનીયર ખેલાડીઓ જે સીલેકશન નેટમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેણે સ્વખર્ચે હાજર રહેવું, કોઈ ડ્રેસ કોડ રાખવામાં આવેલ નથી. ગ્રાઉન્ડ પર પહોંચી સીલેકટર રાજેશભાઈ સોનેરી મો. નં. 8849842315 અથવા રાકેશભાઈ નાણાવટી મો. નં. 8160987435 ને આપની હાજરી બાબત રિપોર્ટ કરવો. પોરબંદર જીલ્લામાંથી વધુમાં વધુ સીનીયર મહિલા ખેલાડીઓ આ નેટમાં હાજર રહે અને આવનારી સીઝનમાં સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પોરબંદર જીલ્લા ક્રિકેટ એશોસીએશનના સર્વે હોદેદારો તથા સભ્યોએ પાઠવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya