ગોદરેજ કંપનીના કાચામાલના ટ્રાન્સપોર્ટરોએ 458.87 મેટ્રિક ટન કેમિકલનો ગાફલો કર્યો
ભરૂચ,07 નવેમ્બર (હિ.સ.) ગોદરેજ કંપનીમાં એપ્રિલ 2025 થી નવેમ્બર મહિના સુધી કંપનીમા ઓલિયો કેમિકલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ અને તેના ડેરીવેટિવ્સના ઉત્પાદન તેમજ વેચાણ માટે વિવિધ કાચા માલ આયાત કરે છે. જેમા લોરિલ આલ્કોહોલ, લોરલ આલ્કોહોલ (એમબી), લો
ગોદરેજ કંપનીના કાચામાલના ટ્રાન્સપોર્ટરોએ 458.87 મેટ્રિક ટન કેમિકલનો ગાફલો કર્યો


ભરૂચ,07 નવેમ્બર (હિ.સ.) ગોદરેજ કંપનીમાં એપ્રિલ 2025 થી નવેમ્બર મહિના સુધી કંપનીમા ઓલિયો કેમિકલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ અને તેના ડેરીવેટિવ્સના ઉત્પાદન તેમજ વેચાણ માટે વિવિધ કાચા માલ આયાત કરે છે. જેમા લોરિલ આલ્કોહોલ, લોરલ આલ્કોહોલ (એમબી), લોરિલ મિરિસ્ટિલ આલ્કોહોલ, લોરિલ આલ્કોહોલ ઇથોકિસલેટ (એલ.એ.ઇ.),લોરિલ ડાઇમિથાઇલ એમાઇન,ક્રૂડ ગ્લિસરિન અને કોકો ડાઈઇથેનોલ એમાઈડ જેનો ઉપયોગ સર્વેકટન્સ અને સ્પેશિયાલિટીઝના ઉત્પાદન કરી કાચો તેમજ પાકો માલ ઇન્ડોનેશિયા, મલેશિયા, લેટિન, અમેરિકા અને થાઈલેન્ડમાંથી આયાત કરે છે.આ માલ ન્હાવાશેવા પોર્ટ નવી મુંબઈથી ફેક્ટરી સુધી પરિવહન દરમ્યાન (1)લિંક લોજિસ્ટિક્સ મુંબઈ (2)ટ્રાન્સલિક, મુબંઈ (3)સોનુ કાર્ગો, મુબંઈ (4)તાઝ ટ્રાન્સપોર્ટ મુંબઈ અથવા સબ ટ્રાન્સપોર્ટર તેમજ ડ્રાઇવરો અથવા સહભાગીઓ દ્વારા કોઈપણ જગ્યાએ ટ્રેલરો (આઇએસઓ કન્ટેનર)માંથી ઉપરના ભાગેથી ફ્લેન્જની નટ બોલ્ટ ખોલી આશરે રૂપીયા 8.25 કરોડ મુલ્યના 458.87 મેટ્રીક ટન પુરેપુરો આયાત કરેલો કાચોમાલ કંપની સુધી પોચાડતા નહી જેની જાણ થતા કાયદેસર વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સુબિશ સુરેન્દ્રન નાયર ઉ.વ.41 યુનિટ હેડએ આપી હતી.

આ આયાત કરેલ કાચા માલની કિંમત યુએસ $ 200 થી $ 3000/- મેટ્રિક ટન સુધી હોય છે . કંપનીએ છ ટ્રાન્સપોર્ટરો જેવા કે, લિંક લોજિસ્ટિક્સ, ટ્રાન્સલિક, સોનુ કાર્ગો, ઓમ ટ્રાન્સ પોર્ટ, તાઝ ટ્રાન્સપોર્ટ અને મિસ્ત્રી ટ્રાન્સપોર્ટને ન્હાવાશેવા પોર્ટ મુંબઈથી વાલિયા (ગુજરાત) અને અંબરનાથ ( મહારાષ્ટ્ર) સુધી કાચા માલના પરિવહન માટે નિયુક્ત કર્યા છે. કંપની દર વર્ષે ટ્રાન્સપોર્ટરોને પરચેસ ઓર્ડર આપે છે. આ ૫રચેસ ઓર્ડર મુજબ, ટ્રાન્સપોર્ટરો ધ્વારા ફેક્ટરી સુધી પહોંચાડતા માલમાં કોઈપણ ખામી અથવા ઘટ માટે જવાબદાર હોય છે.

કંપનીમા જુલાઈ 2025માં, કંપનીને આઈએસઑ ટેન્ક અને કન્ટેનરમાં સપ્લાય થયેલા કાચા માલમાં આશરે 3 % જેટલો ઓછો મળેલ હોવાથી કંપનીએ તરતજ સપ્લાયરોને જાણ કરી અને સ્પષ્ટતા માંગવામાં આવેલ તેમજ સપ્લાયરો દ્વારા તપાસ કરી અને પોર્ટ સુધી કોઈ ખામી ન હોવાનું જણાવેલ હતુ. કંપનીએ શિપિંગ દસ્તાવેજો અને સપ્લાયરો દ્વારા આપવામાં આવેલી માહિતીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કંપનીમાં આવેલા 3 વેબ્રિજની પણ તપાસ કરી, જેમાંથી 2 વે બ્રિજ નિયમિત રીતે ઉપયોગમાં લેવાય છે. કંપનીએ ઓગસ્ટ 2025 માં કંપનીના વે બ્રિજના રેકર્ડની સમીક્ષા કરતા જેમા જણાયેલ કે, કંપનીમા આવેલ બન્ને વે બ્રીજનું કેલીબ્રેશન પ્રમાણિત ઓથોરિટી દ્વારા પ્રમાણિત સ્ટાન્ડર્ડ વેઇટ્સ અને પ્રોટોકોલ્સથી નિયમિત રીતે કરવામાં આવેલ હતું. કંપનીમા ઓક્ટોબર 2025 મા ત્રીજા પક્ષ દ્વારા વેઇબ્રિજની કેલિબ્રેશન ચકાસણી કરાવી તેમાં પણ બરાબર હોવાના રિપોર્ટ આપ્યા હતા.

કંપનીમા 1 એપ્રિલ-2025 થી 3 નવેમ્બર- 2025 દરમિયાન ન્હાવાશેવા પોર્ટ, નવી મુંબઈથી ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન (1) લિંક લોજિસ્ટિક્સ મુંબઈ (2)ટ્રાન્સલિક, મુબંઈ (3)સોનુ કાર્ગો, મંબઈ (4)તાઝ ટ્રાન્સપોર્ટ મુંબઈ અથવા સબ-ટ્રાન્સપોર્ટર તેમજ ડ્રાઇવરો અથવા સહભાગીઓ દ્વારા કોઈ પણ જગ્યાએ ટ્રેલરો (આઈઓ કન્ટેનર) માંથી ઉપરના ભાગેથી ફ્લેન્જની નટ બોલ્ટ ખોલી આશરે રૂપીયા 8.25 કરોડ મૂલ્યના 458.87 MT (મેટ્રીક ટન) પુરેપુરો આયાત કરેલો કાચામાલ (રો-મટીરીયલ્સ) ગોદરેજ કંપની સુધી નહીં પહોચાડી ગુનાહિત કાવતરૂ કરતા ભારતીય ન્યાય સહિતાની કલમ 316(3), 61(2)(બી)મુજબ ગુનો દાખલ કરી તેની તપાસ વાલિયા પીઆઈ એમ બી તોમર કરી રહ્યા છે.

કંપની દ્વારા એપ્રિલ 2025 થી 3 નવેમ્બર 2025 સુધીના સપ્લાયના તમામ રેકોર્ડ્સનું મૂલ્યાંકન કરવામાં આવેલ અને ફેક્ટરી ખાતે પહોંચાડવામાં આવેલા કાચામાલમાં ઘટ જોવા મળેલ છે.એલએઈ 1 મોલ 60.25 મે.ટન 1.43 કરોડ, એલએઈ 2 મોલ 120.415મે. ટન 2.639 કરોડ,એલએઈ 7 મોલ 4.77 મે.ટન 0.079 કરોડ,લોરિલ આલ્કોહોલ 78.24 મે.ટન 1.886 કરોડ,લોરિલ આલ્કોહોલ11.12 મે.ટન 0.293 કરોડ,લોરિલ આલ્કોહોલ 3.09 મે.ટન 0.075 કરોડ,લોરિલ આલ્કોહોલ 1.44 મે. ટન 0.036 કરોડ ,લોરિલ મિરિસ્ટિલ આલ્કોહોલ 21.32 મે.ટન 0.522 કરોડ,લોરિલ મિરિસ્ટિલ આલ્કોહોલ (એમબી) 3.04 મે.ટન 0.074 કરોડ,લોરિલ ડાઈ મિથાઈલએમાઇન (આયાત) 15.262 મે.ટન 0.422 કરોડ ,ક્રૂડ ગ્લિસરિન 135.135 મે. ટન 0.632 કરોડ,

કોકો ડાઈ ઇથાનોલ એમાઈડ 9.65 મે.ટન 0.137 કરોડ કુલ ઘટ 463.732 મેટ્રિક ટન હતી જેની કિંમત 8.225 કરોડ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande