
સુરત, 7 નવેમ્બર (હિ.સ.) : સુરતમાં નશીલા પદાર્થો સામે પોલીસે શરૂ કરેલા પગલાઓ વધુ તીવ્ર બન્યા છે. સચીન વિસ્તારમાં છૂટક ગાંજાનો વેપાર કરતા એક શખ્સને પોલીસેએ રંગેહાથ ઝડપી લીધો. બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસને આરોપીના પાસે થી 88 ગ્રામ ગાંજો મળી આવ્યો, જેની કિંમત અંદાજે રૂપિયા 4,400 જેટલી હોય છે.
સચીનના જૂના સ્લમ બોર્ડ વિસ્તાર નજીક મેલડી માતાના મંદિર પાસે ફુટપાથ પર ગાંજાની હેરાફેરી ચાલતી હોવાનું જાણ થતાં પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી. અહીં રહેતા વિજય અશોકભાઈ બૈસાની (ઉંમર 35)ને ગાંજાનું વેચાણ કરતાં પકડવામાં આવ્યો. મૂળ નંદુરબાર (મહારાષ્ટ્ર)નો રહેવાસી વિજય સચીનના પારડી વિસ્તારમાં રહે છે.
પ્રાથમિક પૂછપરછમાં વિજયે સ્વીકાર્યું કે ગાંજાનો જથ્થો તે આશિષ કાલીચરણ નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને લોકલ લેવલ પર વેચાણ કરતો હતો. હવે પોલીસ આશિષની શોધને તેજ કરીને સંપૂર્ણ ચેઈન સુધી પહોંચવાનું આયોજન કરી રહી છે. પોલીસે વિજય વિરુદ્ધ NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે