જામનગર કલેકટર કચેરી ખાતે 'વંદે માતરમ'ના ૧૫૦ વર્ષની ઉજવણી અંતર્ગત સામુહિક ગાન અને 'સ્વદેશી'ના શપથ લેવાયા
જામનગર, 7 નવેમ્બર (હિ.સ.) : આજે, જ્યારે ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ વર્ષ ૧૮૭૫માં રચાયાને ગૌરવવંતા ૧૫૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના આહ્વાનથી જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૧૮૭૫માં
સમૂહગાન અને શપથ


જામનગર, 7 નવેમ્બર (હિ.સ.) : આજે, જ્યારે ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ વર્ષ ૧૮૭૫માં રચાયાને ગૌરવવંતા ૧૫૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના આહ્વાનથી જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત ‘‘વંદે માતરમ’’એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા.

૭મી નવેમ્બર, ૨૦૨૫ના રોજ તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિતે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે કલેકટર કચેરી જામનગર ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિના ગૌરવના પ્રતીક એવા વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. ​આ ઐતિહાસિક ઉજવણીની સાથે જ, દેશને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને વધુ મજબૂત કરવા માટે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને માત્ર ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, શહેર પ્રાંત અધિકારી અદિતિ વાર્ષને, ગ્રામ્ય પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, જિલ્લા પુરવઠા અધિકારી સુધીર બારડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દીપા સહિત સર્વે અધિકારીઓ તથા કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande