


પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રરસ્ટના કાર્યાલય ખાતે પોરબંદરના શહેર અને જિલ્લામાં રહેતા તમામ કર્મકાંડી બ્રાહ્મણોને “પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના”નો લાભ અપાવવા તેમજ પોરબંદર શહેર તેમજ જિલ્લામાં બ્રહ્મસમાજના સંગઠનને મજબૂત બનાવવા અને બ્રહ્મસમાજને એકત્રિત કરવા માટે એક મહત્વની બેઠક મળેલ હતી, જે બેઠકમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પુરોહિત અને શહેર પ્રમુખ દેવેન્દ્રભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પોરબંદરના દરેક વોર્ડ તેમજ, પોરબંદર રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય લેવલે પ્રવાસ કરીને બેઠકો યોજવામાં આવશે અને થોડા દિવસોમાં સમસ્ત બ્રહ્મસમાજનું સ્નેહમિલન પણ યોજાશે.
આ બેઠકમાં ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિરવભાઈ દવે, ઉપપ્રમુખ રીટાબેન દવે, ગીરીશભાઈ વ્યાસ, મંત્રી ધવલભાઈ દવે, દેવવ્રતભાઈ જોષી, દેવેન્દ્રભાઈ પંડયા (પ્રમુખ, શ્રી સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ પોરબંદર શહેર), કારોબારી સભ્ય જયેશભાઈ જોષી, ભાવિનભાઈ જોષી, મીતાબેન થાનકી, આસિતભાઈ રાવલ, ધવલભાઈ જોષી, ભાવનાબેન છેલાવડા, ધ્યેયભાઈ મોઢા, રાજેશભાઈ પંડયા, રાજેશભાઈ રાજ્યગુરૂ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya