પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગત ગેરરીતિ: પંચમહાલની દીપ હોસ્પિટલ અને મા હોસ્પિટલ સામે કાર્યવાહી
ગોધરા, 7 નવેમ્બર (હિ.સ.) : “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહીકરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં ૧ ખાનગી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામા
“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી, પંચમહાલ ની દીપ હોસ્પિટલ અને મા હોસ્પિટલ સામે કાર્યવાહી


“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી, પંચમહાલ ની દીપ હોસ્પિટલ અને મા હોસ્પિટલ સામે કાર્યવાહી


ગોધરા, 7 નવેમ્બર (હિ.સ.) : “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહીકરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં ૧ ખાનગી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી, જ્યારે અન્ય ૧ હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી છે.

સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર, ગોધરા, પંચમહાલને સસ્પેન્ડ કરાઇ છે. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર હોસ્પિટલના PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી, એક્સપાયર્ડ દવાઓ મળી આવી, MBBS ડોકટર હાજર નહોતા, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું તપાસમાં સામે આવ્યું. જ્યારે કાલોલ ખાતે આવેલ મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ ને કારણદર્શક નોટિસ આપવામાં આવી. હોસ્પિટલમાં લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande