વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે હારીજ કૉલેજમાં દેશભક્તિ કાર્યક્રમ
પાટણ, 7 નવેમ્બર (હિ.સ.) : હારીજની સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કૉલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત ‘વંદ
વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે હારીજ કૉલેજમાં દેશભક્તિ કાર્યક્રમ


પાટણ, 7 નવેમ્બર (હિ.સ.) : હારીજની સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કૉલેજના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના સમૂહગાનથી કરવામાં આવી, જેનાથી સમગ્ર પરિસરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો.

બંકિમચંદ્ર ચટર્જી દ્વારા 1875માં રચાયેલ ‘વંદે માતરમ’ ગીત ભારતીય એકતા, સ્વાભિમાન અને માતૃભૂમિ પ્રત્યેની અખંડ ભાવનાનું પ્રતીક છે. તેની 150મી વર્ષગાંઠને યાદગાર બનાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રીય ગીત સાથે થયું, જેમાં વિદ્યાર્થીઓને દેશભક્તિના મૂલ્યો જીવનમાં ઉતારવા અને રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત રાખવાની પ્રેરણા આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande