
જામનગર, 7 નવેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લાના દરિયાકિનારાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ, ફિશરીશ વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)ના અધિકારીઓની સંયુક્ત ટીમે કવાયત હાથ ધરી હતી. આ ટીમે જામનગરના જુના બંદરે આવેલા ફિશ લેન્ડિંગ પોઇન્ટની મુલાકાત લીધી હતી.
આ મુલાકાતમાં જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, જામનગર શહેર DYSP જે.એન. ઝાલા, SOG PI બી. એન. ચૌધરી અને બેડી મરીન પોલીસ સ્ટેશનના PI વી.બી. ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.પોલીસ અધિકારીઓની ટીમે ફિશ લેન્ડિંગ પોઇન્ટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ફિશરીશ વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓની ટુકડી પણ જોડાઈ હતી. આ દરમિયાન દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા સંબંધે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt