
જામનગર, 7 નવેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર સંગઠનના હોદ્દેદારોની નિમણૂક માટે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
પ્રદેશ સમિતિના નિરીક્ષકો રાજુ શુક્લ (અરવલ્લી જિલ્લા પ્રભારી) અને વંદના મકવાણા (કેશોદના પૂર્વ ધારાસભ્ય)એ દાવેદારોને સાંભળ્યા હતા. આ પ્રક્રિયા દ્વારા સંગઠનના નવા હોદ્દેદારોની પસંદગી માટે મંતવ્યો લેવામાં આવ્યા હતા.આ બેઠકમાં શહેર અધ્યક્ષ બીના કોઠારી, સાંસદ પૂનમ માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂરિયા, પૂર્વ પ્રમુખ ડો. વિમલ કગથરા, જામનગર જિલ્લા પ્રભારી પલ્લવી ઠાકર, પૂર્વ રાજ્યમંત્રી પરમાણંદખટ્ટર અને હકુભા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt