
ગીર સોમનાથ, 7 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતના સામાજિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક વારસાનું પ્રત્યેક સ્પંદનમાં નિરૂપણ કરતા આપણા રાષ્ટ્રગીત વંદે માતરમ ના 150મી વર્ષગાંઠ પર શ્રી સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ પરિવાર પાઠશાળાના બાળકો, સ્થાનિકો અને ભક્તોએ 'અખંડ વંદે માતરમ્' નું સમૂહગાન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ