પોરબંદરમાં ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટના અજવાળા
પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે તથા મોટા મોટા સપનાઓ બતાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદર શહેરી વિસ્તારમાં મનપાની બેદરકારીને લીધે અનેક વિસ્તારમાં ચોવીસ કલાક સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી રહી છે. જે ન
પોરબંદર માં ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટના અજવાળા.


પોરબંદર માં ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટના અજવાળા.


પોરબંદર માં ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટના અજવાળા.


પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે તથા મોટા મોટા સપનાઓ બતાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોરબંદર શહેરી વિસ્તારમાં મનપાની બેદરકારીને લીધે અનેક વિસ્તારમાં ચોવીસ કલાક સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી રહી છે. જે નગરપાલિકાના દેણામાં વધારાનો બોજ સમાન છે.શહેરના કડિયા પ્લોટ, કુંભારવાળો, મિલપરા, ઝુંડાળા સહિતના વિસ્તારોમાં આજે પણ દિવસના સ્ટ્રીટલાઈટો ચાલુ અવસ્થામાં જોવા મળી રહી છે. ત્યારે ખુબ ગંભીર બાબત કહેવાય કારણકે ગત વર્ષે નગરપાલિકાએ 3.5 કરોડના પીજીવીસીએલના બાકી બીલોની ચુકવણી કરી છે ત્યા જ ચાલુ વર્ષે 6.5 કરોડના બીલો આવ્યા છે. જેમાં માત્ર સ્ટ્રીટ લાઈટનું 80 લાખથી વધુના બીલો છે.

મહત્વની વાત એ છે કે જે સ્ટ્રીટ લાઈટ પીજીવીસીએલ અથવા મનપાના થાંભલામાં લગાવવાના નિયમો છે. આ નિયમોને પણ નેવે મૂકી પોરબંદરના અલગ-અલગ રાજકીય અગ્રણીઓ તથા તેમના સગાના મકાનોમાં છતોમાં તેમના ગેટ પર મનપાની સ્ટ્રીટ લાઈટો મારી દેવામાં આવી છે તે કેટલું યોગ્ય છે? સ્ટ્રીટ લાઈટના પાવરનો પાવર ચોરી તરીકે ઉપયોગ થતું હોવાનું જણાઈ રહ્યું છે કારણ કે, પીજીવીસીએલના ચોપડે મનપાના 98 મીટર છે તેની સામે 16 હજારથી વધુ સ્ટ્રીટ લાઈટો છે. તો આમ જવાબદાર કોણ? કારણ કે, છેલ્લે બોજ પોરબંદરના વિકાસના કામોમાં પ્રજા પર આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande