પ્રાકૃતિક ખેતીમાં સહજીવી પાક (મિશ્ર પાક) પદ્ધતિથી થાય છે અનેકવિધ ફાયદાઓ
પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : ખેડુત મિત્રોએ સતત એક પ્રકારનો પાક લેવાના બદલે મિશ્ર પાક પદ્ધતિ અપનાવવાથી જમીનને વધુ ઉપજાઉ અને પાકને વધુ ગુણવત્તા યુક્ત બનાવી શકાય છે. ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ક
પ્રાકૃતિક ખેતીમાં સહજીવી પાક (મિશ્ર પાક) પદ્ધતિથી થાય છે અનેકવિધ ફાયદોઓ.


પ્રાકૃતિક ખેતીમાં સહજીવી પાક (મિશ્ર પાક) પદ્ધતિથી થાય છે અનેકવિધ ફાયદોઓ.


પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : ખેડુત મિત્રોએ સતત એક પ્રકારનો પાક લેવાના બદલે મિશ્ર પાક પદ્ધતિ અપનાવવાથી જમીનને વધુ ઉપજાઉ અને પાકને વધુ ગુણવત્તા યુક્ત બનાવી શકાય છે. ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક કૃષિ નાનક પુસ્તક મુજબ જ્યારે મુખ્ય પાક એકદળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. જેમ કે, ઘઉંની સાથે ચણા, સરસવ, મસૂર, ધાણા, વટાણા વગેરે સહજીવી પાકો ઉગાડી શકાય છે.

જો મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાક તેવો લેવો જોઈએ કે, તેનું મૂળ ઊંડે જતું ન હોય. જેમકે, કપાસ તેમ જ તુવેરનાં મૂળ ઊંડા જાય છે, જ્યારે મગ અને અડદના મૂળ ઉપર રહેતાં હોય છે. સહજીવી પાક મુખ્ય પાક કરતાં અડધી અથવા એક તૃતીયાંશ વય મર્યાદાનો હોવો જોઈએ. એટલે કે, મુખ્ય પાક કરતાં ઓછા સમયમાં તૈયાર થઈ જતો હોવો જોઈએ. જેમકે, સપ્ટેમ્બર મહિનામાં વાવવામાં આવતી શેરડીની સાથે બટેટા અથવા ચણા અને મરચી વાવવાની સાથે શેરડીની સાથે મગ અથવા અડદ વાવી શકાય છે.

સહજીવી પાક ઝડપથી વૃદ્ધિ પામતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ. જેમ કે, સહજીવી પાકના રૂપમાં બધા જ પ્રકારના દ્વિદળ (દાળ વર્ગીય), તરબૂચ, ચીભડા, કાકડી વગેરે લઈ શકાય છે. જો મુખ્ય પાકના પાનમાં સૂર્યપ્રકાશના કિરણોની તીવ્રતા સહન કરવાની શક્તિ વધારે હોય, તો સહજીવી પાક તેવો લેવો જોઈએ કે, જેના પાનની સૂર્યપ્રકાશ સહન કરવાની શક્તિ ઓછી હોય. જેમકે શેરડીમાં હળદર તેમ જ બાગાયતી પાકમાં હળદર અને કપાસ સાથે મરચી લઈ શકાય છે.

મુખ્ય પાક એવો હોય કે, જેનાં પાન ઓછા ખરતાં હોય ત્યારે સહજીવી પાક એવો લેવો જોઈએ કે, જેનાં પાન વધુ ખરતાં હોય જેમકે બધા જ કઠોળ વર્ગના પાકો. સહજીવી પાકમાં મિત્ર કીટક આવે તેવો પાક (મકાઈ, ગલગોટા, ચોળી, રાઈ, બાજરો વગેરે.) હોય તો મુખ્ય પાકમાં કીટક નિયંત્રણ થઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande