
જુનાગઢ, 7 નવેમ્બર (હિ.સ.) : ભારતનું રાષ્ટ્ર ગીત ‘’વંદે માતરમ’’ એ પ્રત્યેક ભારતીયનું ગૌરવ છે. દેશની આન, બાન અને શાન સમાન છે અને દેશની ઓળખ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ‘’વંદે માતરમ @ ૧૫૦’’ કાર્યક્રમ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાયા. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ મોદીએ નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતેથી એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડયો છે. જે આ પ્રસંગ નિમિતે અમિત છાપ છોડશે. જૂનાગઢમાં જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર સુ બી.એસ.બારડ અને ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ દેશની એકતા અખંડિતતા જાળવી રાખવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ