
સુરત, 8 નવેમ્બર (હિ.સ.) સુરતના 60 વર્ષીય વ્યક્તિને “HYFIN Markets Ltd” નામથી ફોરેક્સમાં 70% વાર્ષિક રિટર્નનું લાલચ આપી ₹29,06,283ની છેતરપિંડી થઇ. શરૂઆતમાં 3 લાખનું રોકાણ કરાવતા અને નકલી પોર્ટલ પર નફો દેખાડીને પૈસા પરત આપી વિશ્વાસ જીત્યો. બાદમાં પીડિતે જીવનભરની બચત લગાવી, પરંતુ પછી વિડ્રૉ બંધ કરી ગેંગ ગાયબ.
સુરત સાયબર ક્રાઇમે મની ટ્રેઇલથી તપાસ કરી નાવી મુંબઈના ઉલ્વે વિસ્તારમાં દરોડો પાડી કોલ સેન્ટર મેનેજર શાહબાઝ શેખ ને ઝડપી લીધો. તે અંગત ડેટાના આધાર પર 5–6 ટેલિકલર દ્વારા રાજ્ય અને ભાષા મુજબ ટાર્ગેટને ફોન કરાવતો.
ગેંગ દેશભરમાં ₹1.11 કરોડથી વધુની ઠગાઈ કરી ચૂક્યો છે. શાહબાઝને 7 દિવસનો રિમાન્ડ મળ્યો છે અને માસ્ટરમાઇન્ડની શોધ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે