

ભરૂચ, 08 નવેમ્બર (હિ.સ.) : વાલિયા ગોદરેજ કંપનીમાં 1 એપ્રિલ-2025 થી 3 નવેમ્બર- 2025 દરમિયાન ન્હાવાશેવા પોર્ટ નવી મુંબઈથી ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન (1) લિંક લોજિસ્ટિક્સ મુંબઈ (2) ટ્રાન્સલિક, મુબંઈ (3) સોનુ કાર્ગો, મંબઈ (4) તાઝ ટ્રાન્સપોર્ટ મુંબઈ અથવા સબ-ટ્રાન્સપોર્ટર તેમજ ડ્રાઇવરો અથવા તેના જોડીદારો દ્વારા કોઈ જગ્યાએ ટ્રેલરો (આઈઓ કન્ટેનર) માંથી ઉપરના ભાગેથી ફ્લેન્જની નટ બોલ્ટ ખોલી આશરે રૂપીયા 8.25 કરોડ મૂલ્યના 458.87 MT (મેટ્રીક ટન) આયાત કરેલો કાચામાલ (રો-મટીરીયલ્સ) ગોદરેજ કંપની સુધી નહી પહોચાડી અધવચ્ચે કાઢી લઈ ચોરી કરતા ગુનો દાખલ કરેલ તેની તપાસમાં વાલિયા પોલીસે 10 ટેન્કર અને 9 તેના ડ્રાઈવરોને પકડી પાડ્યા હતા.
પીઆઈ એમ.બી.તોમર ગુનાની તપાસ કરતા હતા તે અરસામાં ગોદરેજ કંપનીમાં મુંબઇથી આવેલ અલગ અલગ પ્રકારના કેમીકલ લોડીંગ કરી આવેલ ટેંકરોનો વજન અને અલગ અલગ પ્રકારના કેમીકલ અંગે ચકાસણી કરતા 10 અલગ અલગ ટેંકમાં માલ ઓછો આવેલ હતો જેથી આ ટેંકોના ડ્રાઇવરોને કેમીકલ બાબતે પૂછતાછ કરતા યોગ્ય જવાબ નહિ આપતા આખરે કડકાઇ દાખવતા કબૂલાત કરી હતી કે ગોદરેજ કંપનીના બહારથી આવેલ કેમિકલનો જથ્થો પોર્ટ પરથી લઈને નીકળતા રસ્તેથી કાઢેલ હોય નવ કેમિકલ તસ્કરોની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓ
(1) સંજીવકુમાર ચંદ્રસેન યાદવ જોનપુર યુ.પી,
(2) સાહેઆલમ અબદુલ સલામ ખાન અમેઠી (યુ.પી),
(3) અખીલેશકુમાર બલભદ્ર પાન્ડે આંબેડકરનગર (યુ.પી),(4) રૂપેશ પરશુરામ ભોઈર રાયગઢ (એમ.એચ)
(5) રમેશ ભગેલુ યાદવ આઝમગઢ (યુ.પી)
(6) અમબ્રેજ શ્યામલાલ યાદવ આઝમગઢ (યુ.પી)
(7) ઈસરાક ઈસરાર અહમદ અમેઠી (યુ.પી)
(8) રોહિતકુમાર રામજી નામદેવ સીદી (એમ.પી)
(9) મહમદ મારૂફ ગુલામ અલી સુલ્તાન અમેઠી (યુ.પી)
કબ્જે કરેલ મુદ્દામાલ
(1) 10 ટેન્કરોની 1 કરોડ
(2) 10 ટેન્કની 1.50 કરોડ કુલ મળી 2.50 કરોડનો મુદ્દામાલ જ્યારે તેની અંદરથી કાઢેલું કેમિકલ 8 કરોડનું રિકવર કરવાનું બાકી છે જેના માટે આ નવ જેટલા કેમિકલ ચોરોને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ માંગી સઘન પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ