
સુરત, 8 નવેમ્બર (હિ.સ.) : ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વલસાડના ઉમરગામ ખાતેથી નીકળેલી જનજાતિય ગૌરવ રથયાત્રા નવસારી જિલ્લાના ચિખલી તાલુકાના સુરખાઈથી નીકળી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના અનાવલ ગામે આવી પહોંચતા રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયા અને ગ્રામજનો, આગેવાનો દ્વારા રથનું ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે