
અમરેલી, 8 નવેમ્બર (હિ.સ.) : શિયાળાની ઋતુ શરૂ થતા જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થવા લાગે છે. સવારે અને સાંજે ઠંડી પવન ફૂંકાતા લોકો ગરમ વસ્ત્રોની શોધખોળ શરૂ કરે છે. શહેરથી લઈને ગામડાં સુધીના બજારોમાં સ્વેટર, જૅકેટ, કોટ, ટોપી, અને મફલર જેવા ગરમ કપડાંની ખરીદીમાં ભારે વધારો જોવા મળે છે. ખાસ કરીને બાળકો, વડીલો અને સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઠંડીથી બચવા માટે અલગ-અલગ પ્રકારના ગરમ વસ્ત્રોની ખરીદી કરતા હોય છે.બજારોમાં વિવિધ પ્રકારના ફેશનબલ ગરમ કપડાં ઉપલબ્ધ હોય છે, જેના કારણે યુવાનોમાં નવીન ડિઝાઇન અને રંગોના કપડાં ની ખરીદી કરતા હોય છે.શોપિંગ મોલ, રેડીમેડ દુકાનો અને હાટબજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળે છે.
અમરેલી જિલ્લામાં પણ આ વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતા લોકો અલગ અલગ પ્રકારના ગરમ વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે. અમરેલી શહેરના રેલ્વે સ્ટેશનની સામે દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટિયન માર્કેટ ભરાઈ છે. આ માર્કેટ શિયાળાના દિવસોમાં લોકો માટે ખરીદીનો મુખ્ય કેન્દ્ર બની જાય છે. અહીંયા તિબેટી વેપારીઓ દ્વારા લાવવામાં આવેલા વિવિધ પ્રકારના ગરમ વસ્ત્રો વ્યાજબી ભાવે વેચવામાં આવે છે. માર્કેટમાં સ્વેટર, શૉલ, જૅકેટ, કોટ અને અન્ય ફેશનબલ ગરમ વસ્ત્રોની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. દરેક વસ્ત્રોના ભાવ તેની ક્વોલિટી અને ડિઝાઇન પર આધારિત હોય છે, જેના કારણે દરેક વર્ગના લોકો પોતાના બજેટ મુજબ ખરીદી કરી શકે છે.
તિબેટિયન માર્કેટમાં સવારથી સાંજ સુધી ખરીદદારોની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને રવિવારના દિવસે અહીંખાસ ભીડ જોવા મળે છે વેપારીઓ ગરમ કપડાં ઉપરાંત ટોપી, હાથમોજાં અને ગરમ ચપ્પલ જેવા અન્ય સામાન પણ વેચે છે.ખાસ કરીને બાળકો અને વડીલો માટે ગરમ વસ્ત્રો જરૂરી બની જાય છે જેથી તેઓ ઠંડીથી બચી શકે. અહીંયા આવતા વેપારી જણાવી રહ્યા છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અહીંયા તિબેટીયન માર્કેટ ની શરૂઆત કરી છે શરૂઆતથી જ લોકોની અહીંયા ખાસ ભીડ જોવા મળી રહી છે.
અહીંયા દરેક પ્રકારની ગરમો વસ્ત્રો મળી રહે છે જેની કિંમત સો રૂપિયા થી શરૂ થતી હોય છે દરેક વસ્ત્રો ની કિંમત તેની સાઈઝ અને ક્વોલિટી ઉપર આધાર રાખે છે તો અહીંયા આવતા લોકો શાંતિપૂર્ણ રીતે કપડાની પસંદગી કરી શકે તે માટેની વિશાળ જગ્યા ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી લોકોની ભીડ થાય તો પણ લોકોને તકલીફ ન પડે. અમરેલીમાં ભરેલા આ માર્કેટ 500 થી 2000 સુધીના જેકેટ મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai