




જૈન સંઘ દ્વારા વરસીદાન એટલે કે ત્યાગની શોભાયાત્રા નેત્રંગ નગરમાં કાઢી હતી
જૈન સાધુ જીવનને નજીકથી જોયું ત્યાર પછી દીક્ષાના ભાવ થયા હતા
જૈન સમાજના દરેક પરિવારે અંકિતનું સંયમજીવન સારું રહે એવી શુભેચ્છા સાથે વિજય કર્યું
ભરૂચ, 8 નવેમ્બર (હિ.સ.) : નેત્રંગ ખાતે રહેતા અને મૂળ રાજસ્થાનના વસંત પ્રજાપતિના પુત્ર અંકિત એ ચાર પાંચ વર્ષથી ગુરુ મહારાજના પ્રવચનો ટીવી પર જોતા એમને સંયમનો ભાવ જાગ્યો ત્યાર પછી એમના પુસ્તકો વાંચ્યા અને સુરત પ્રવચનમાં રૂબરૂ ગયા પછી આચાર્ય વિજયરત્નસુંદર સુરશ્વરજી મહારાજ સાહેબ સાથે વિહાર કર્યો અને જૈન સાધુ જીવનને નજીકથી જોયું ત્યાર પછી દીક્ષાના ભાવ થયા હતા ત્યારે એમની આજ્ઞાથી આજે મુહૂર્ત પણ આવી ગયું જેથી નેત્રંગ જૈન સંઘ દ્વારા વરસીદાન અને ત્યાગની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
સંયમ જીવનના માર્ગે પ્રયાણ કરી રહેલ મુમુક્ષુ અંકીતકુમારની દિક્ષા પ્રસંગે નેત્રંગ નગરમાં ભવ્ય મહોત્સવમાં ઉજવાયો હતો.જેમાં સવારે નવકારસી બાદ વરસીદાન અને સંયમી જીવન માર્ગની શોભાયાત્રા નીકળી હતી ત્યારે નગરમાં લોકોએ આશીર્વાદ આપ્યા હતા અને હર્ષની આશા વ્યક્ત કરી હતી.ત્યારબાદ સાંજના સમયે દીક્ષાર્થીનો સંયમી જીવનનો વિદાય સંભારંભ યોજાયો હતો.વર્તમાન ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ દ્વિજયરાજેન્દ્રસૂરિ મહારાજા અને પરોપકારી ગુરૂદેવ સરસ્વતિ લબ્ધિપ્રસાદ પૂ. પાદ આ.દેવ શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરિશ્વરજી મહારાજના સ્વહસ્તે મુમુક્ષુ ચિ અંકીતકુમાર દિક્ષા ગ્રહણ કરશે કારતક વદ -9 ને ગુસ્વાર તા.13, નવેમ્બર 2025, મુંબઈ જુહુ સ્કીંમ જૈન સંઘ મધ્ય થશે.
નેત્રંગના જૈન સમાજના દરેક પરિવારે અંકિતકુમારનું સંયમ જીવન સારું રહે એવી શુભેચ્છા સાથે વિજય કર્યું હતું.વસંતભાઈના મિત્ર દિપકભાઈ શાહ સાથે ઘણીવાર જૈન ગુરુના દર્શને જતા ત્યારે તેમણે પણ આ તેમના દીકરાની દીક્ષાની માંગણી સ્વીકારી લીધી હતી.નેત્રંગ નગરના આંગણે આગવ પણ એક નવયુવાને દીક્ષા લઈ સંયમ જીવનમાં નીકળી પડ્યા હતા આજે એમણે પણ કંઈક ના ઉદ્ધાર કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ