મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ જૂનાગઢના પ્રવાસે, સાંજે ચાર કલાકે કેશોદ એરપોર્ટ પર સ્વાગત કરાશે
જૂનાગઢ, 8 નવેમ્બર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અવસરે જૂનાગઢના મુક્તિ દિને તા.9 નવેમ્બર ના રોજ આવતીકાલે યુનિટી માર્ચ પદયાત્રા જુનાગઢમાં યોજાશે. મુખ્યમંત્રી આ પદયાત્રા અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર
ફાઈલ ફોટો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ


જૂનાગઢ, 8 નવેમ્બર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી અવસરે જૂનાગઢના મુક્તિ દિને તા.9 નવેમ્બર ના રોજ આવતીકાલે યુનિટી માર્ચ પદયાત્રા જુનાગઢમાં યોજાશે. મુખ્યમંત્રી આ પદયાત્રા અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આજે શનીવારે સાંજે ૪ કલાકે કેશોદ એરપોર્ટ પર જિલ્લાના મુખ્ય મહાનુભાવો અને અધિકારીઓ સ્વાગત કરશે. કેશોદ થી મુખ્યમંત્રી જુનાગઢ સર્કિટ હાઉસ ખાતે આવશે. મુખ્યમંત્રી આવતીકાલે સવારે 7:30 કલાકે બહાઉદીન કોલેજના મેદાનમાં યુનિટી માર્ચ અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમ બાદ તેઓ યુનિટીમાં પદયાત્રાનો પ્રારંભ કરાવશે. આ પદયાત્રા બાઉદીન કોલેજ ખાતેથી શરૂ થશે અને શહેરના વિવિધ માર્ગો થઈને 8.6 કિલોમીટર પૂર્ણ કરી સરદાર ચોકમાં સંપન્ન થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande