ભારત પર્વની ઉજવણી આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડી આપણાં સાંસ્કૃતિક મૂલ્યોનું સન્માન કરવા માટે અદભુત મંચ: રાજસ્થાનના મુખ્યમંત્રી
- રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલાલ શર્મા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વમાં સહભાગી બન્યા રાજપીપલા, 8 નવેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર દેશની રાજધાની દિલ
ભારત પર્વની ઉજવણી આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડી આપણાં સાંસ્કૃતિક મૂલ્યોનું સન્માન કરવા માટે અદભુત મંચ


ભારત પર્વની ઉજવણી આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડી આપણાં સાંસ્કૃતિક મૂલ્યોનું સન્માન કરવા માટે અદભુત મંચ


- રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલાલ શર્મા અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડૉ. પ્રધ્યુમન વાજા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ભારત પર્વમાં સહભાગી બન્યા

રાજપીપલા, 8 નવેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ પ્રથમવાર દેશની રાજધાની દિલ્હીની બહાર અને નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગરના આંગણે ભારત પર્વ -2025ની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં શુક્રવારે રાત્રે રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલાલ શર્મા અને ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા સહભાગી બન્યા હતા. આ દિવસે રાજસ્થાનનું ઘુમ્મર નૃત્ય, ગુજરાતનો રાસ અને આસામના બિહૂ નૃત્ય થકી કલાકારોએ પોતાના રાજ્યની કલા - સાંસ્કૃતિક વારસાની ભવ્યતા દર્શાવતી ઝાંખી પ્રસ્તુત કરી હતી.

ભારત પર્વમાં સહભાગી થયેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ.ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે, આજે આપણે સૌ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી રહ્યા છીએ, જેમણે સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધીને “અખંડ ભારત”ના નિર્માણનું મહાન કાર્ય કર્યું હતું. આ મારું સૌભાગ્ય છે કે, સરદાર પટેલના સ્મારકસ્થળ એકતાનગર ખાતે ઉપસ્થિત થવાનો અવસર મળ્યો છે. એકતાની ભાવના અને રાષ્ટ્રના આર્થિક-રાજકીય એકતાના પાયા સરદાર પટેલે જ નાખ્યા હતા. તેમની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે દેશ માટે સમર્પિત થયેલા તેમના જેવા યોગદાનકર્તાઓને યાદ કરવા એ સાચા અર્થમાં રાષ્ટ્રસેવાનો ઉત્સવ છે. યોગાનુયોગ “વંદે માતરમ”ની રચનાને પણ 150 વર્ષ પૂર્ણ થયા છે, જે આપણા સૌને ગૌરવની અનુભૂતિ કરાવે છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભારત દેશની સ્વતંત્રતા બાદ સરદાર પટેલનો દેશપ્રેમ અને તેમની રાષ્ટ્રનિર્માણની પ્રેરણા આજે પણ આપણને માર્ગદર્શન આપે છે, જે આવનારી પેઢીઓને પણ તે દિશામાં પ્રેરિત કરે છે. ભારતની વિવિધતા એ જ તેની શક્તિ છે. “વિવિધતામાં એકતા” આપણું ગૌરવ છે. ભારત પર્વની ઉજવણી આપણને આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડે છે, આપણાં સાંસ્કૃતિ-મૂલ્યોને સમજવા અને તેનું સન્માન કરવા માટે એક અદભુત મંચ પુરૂં પાડે છે.

વધુમાં તેઓએ કહ્યું કે, આઝાદીના સમયે દેશ અનેક રજવાડાઓમાં વહેંચાયેલો હતો, ત્યારે સરદાર પટેલે પોતાની અદભૂત રાજકીય દુરદર્શિતાથી રાષ્ટ્રને એક કરવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો હતો. હૈદરાબાદના નિઝામથી લઈને જૂનાગઢ સુધીના રજવાડાંના વિવાદોને તેમણે દૃઢતાપૂર્વક ઉકેલ્યા અને રાષ્ટ્રહિત માટે તેમણે કઠોર પરંતુ યોગ્ય પગલાં લીધા અને ભારતના એકીકરણનો ઇતિહાસ રચ્યો હતો. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના સમર્પણ અને રાષ્ટ્રનિર્માણના પ્રતીકરૂપે ઉભી છે. ભારતની એકતા, અખંડતા અને શક્તિમાં જ ભારતની વિશેષતા સમાયેલી છે. આપણે સૌએ તેમના સપનાનાં ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થવું જોઈએ.

ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ વેળાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌ નાગરિકો માટે “દેખો અપના દેશ”ના વિચારોને સાર્થક કરવા તેમજ પર્યટન-સંસ્કૃતિના આદાન પ્રદાન માટે રાષ્ટ્રીય એકીકરણની ભાવનાનો સંદેશો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં આ કાર્યક્રમ અદભૂત રીતે યોજાઈ રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિત એકતાનગરના પ્રવાસન પ્રકલ્પો દેશ - વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની ભૂમિ માત્ર વિકાસ અને આધુનિકતાની જ નહીં પરંતુ આધ્યાત્મિકતાની ભૂમિ પણ છે. ગુજરાતના વિવિધ મંદિરો આધ્યાત્મિક શાંતિના પ્રતિક છે, તેથી જ ગુજરાત ધાર્મિક પર્યટનમાં પણ પ્રવાસીઓને આકર્ષે છે. “લોકલ ફોર વોકલ”ના મંત્રને ચરિતાર્થ કરતું આ ભારત પર્વ સાચા અર્થમાં રાષ્ટ્રીય ગૌરવ સાથે ઘરેલું પર્યટનને પણ પ્રોત્સાહન આપે છે.

ભારત પર્વમાં સહભાગી થવા પૂર્વે રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉ. ભજનલાલ શર્માએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં પહોંચી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ કરી ભાવ વંદના કરી હતી. બાદમાં સરદાર સાહેબના જીવન - કવનની ઝાંખી પ્રસ્તુત કરતો પ્રોજેક્શન મેપિંગ (લેસર- શો) નિહાળ્યો હતો. ત્યારબાદ થીમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. જ્યાં રાજસ્થાનના પેવેલિયન(સ્ટોલ) ખાતે પહોંચી ઉપસ્થિત પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો. ત્યાંથી સ્ટૂડિયો કિચન પહોંચી ખાસ કૂક દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓ ચાખી તેમની રસોઈ બનાવટની પ્રસંશા કરી હતી. ગુજરાત પ્રવાસવ વિભાગ દ્વારા અહીં ઊભા કરાયેલા ફૂડ સ્ટોલની પણ મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande