
ગાંધીનગર,8 નવેમ્બર (હિ.સ.) ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર, ધોરણ-10ની 26 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ-12ની 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, ધોરણ 10 (SSC), ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાનાર મુખ્ય પરીક્ષા 26 ફેબ્રુઆરી, 2026થી 16 માર્ચ 2026 દરમિયાન યોજાશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gach.org ઉપર મૂકવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ