
અમરેલી, 8 નવેમ્બર (હિ.સ.)અમરેલી જિલ્લામાં પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરી અને લાખો રૂપિયાની આવક મેળવતા થયા છે. પશુપાલનના વ્યવસાયમાં હવે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ધારી બગસરા ખાંભા તાલુકામાં પશુપાલકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને પ્રતિદિન હજારો રૂપિયાનું દૂધ ભરી અને આવક મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આ પશુપાલક અરરોજનું 100 લીટર દૂધ વેચી હજારો રૂપિયા આવક મેળવી રહ્યા છે..
સોમાભાઈ નાનાભાઇ ભમર જણાવ્યું કે, પોતે બે ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા ખાતે રહે છે અને પશુપાલનનો વ્યવસાય કરે છે. પોતાની પાસે 70 ભેંસ છે અને 20 જેટલી ગીરગાય છે રોજનું 100 લીટર દૂધ ઉત્પાદન થાય છે અને ડેરીમાં દૂધ ભરવામાં આવે છે 60 રૂપિયા પ્રતિ લીટર એ ભાવ મળે છે..
અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય હવે સફળ વ્યવસાય બન્યો છે પશુપાલકો હવે દૂધ ભરી અને લાખો રૂપિયાની આવક મેળવતા થયા છે અમરેલી જિલ્લાના ધારી બગસરા ખાંભા અને સાવરકુંડલા તાલુકામાં પણ દૂધનો વ્યવસાય હવે ધીમે ધીમે વધી રહ્યો છે
અમરેલી જિલ્લાના ખાંભાના આ પ્રગતિશીલ પશુપાલક પાસે 70 જેટલી ભેંસ છે અને દૂધ ઉત્પાદન મેળવે છે પશુપાલક ગીરકાંઠાના જંગલ વિસ્તાર તેમજ ખેતર વિસ્તારની અંદર પશુઓ ચરાવે છે અને સાંજના સમયે અને સવારના સમયે દૂધ દોહન કર્યા બાદ ખાંભા ખાતે ડેરી આવેલી છે ત્યાં દૂધ ભરવા જાય છે પ્રતિદિન 100 લીટર એટલે કે ₹6,000 નું દૂધનું વેચાણ કરવામાં આવે છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે
પશુપાલનનો આ સફળ વ્યવસાય છે સાથે જ પશુપાલનમાં મુખ્ય પશુઓને રાખવા બાદ બેથી ત્રણ વર્ષે આ પશુઓનું વિહાન થાય છે અને તેમાંથી પણ આવક થાય છે પશુઓનું વેચાણ કરવામાં આવે છે એક પશુનું વેચાણ કરવાથી અંદાજિત ત્રણ વર્ષે ₹50,000 જેટલી આવક થાય છે જેથી ત્રણ વર્ષે પશુપાલન ડબલ થઈ જાય છે અને આવક પણ બમણી થાય છે જેથી હાલ અમરેલી જિલ્લામાં પશુપાલનની પશુપાલકોની સંખ્યામાં વધારો થયો છે સાથે જ બ્રેડિંગનું પણ કામ કરી રહ્યા છે અને સારી ગુણવત્તાની જાફરાબાદી દર્શનની ભેસો અને ગીરગાય તૈયાર કરી સારી એવી આવક વેચાણ કરી અને દૂધ ઉત્પાદનમાંથી મેળવી રહ્યા છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai