અમરેલીના ખેડૂતોએ મગફળીના પાક સળગાવી
અમરેલી,8 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખેડુત ની કમર તોડી છે સાવરકુંડલા તાલુકાના શાંતિનગર અને જાબાળ ગામમાં મગફળીના પાક ને ડોડવા સાથે આગ લગાવી દીધી હતી. મુકેશ ભેસાણિયા, જણાવ્યું કે 10 વીઘા માં મગફળી નું વાવેતર કર્યું હતું અને 90 હ
અમરેલીના ખેડૂતોએ મગફળીના પાક સળગાવી


અમરેલી,8 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખેડુત ની કમર તોડી છે સાવરકુંડલા તાલુકાના શાંતિનગર અને જાબાળ ગામમાં મગફળીના પાક ને ડોડવા સાથે આગ લગાવી દીધી હતી.

મુકેશ ભેસાણિયા, જણાવ્યું કે 10 વીઘા માં મગફળી નું વાવેતર કર્યું હતું અને 90 હજાર નો ખર્ચ કરો હતો વરસાદ આવતા ની સાથે જ પાક નિષ્ફળ ગયો છે.10 દિવસ વરસાદ પાઠરા ઉપર પડ્યો છે.ઉત્પાદન હાથ માં આવે તેમ નથી અને પશુઓ માટે ચારો રહો નથી.સાથે જ મહેનત પણ પાણી મા ગઈ છે જેથી હવે રૂપિયા ન હોવાથી મગફળી માં આગ ચાંપી દીધી છે

સારા પાકની અપેક્ષા સાથે વાવેતર કર્યા છતાં કમોસમી વરસાદે તેમનો સંપૂર્ણ પાક બગાડી દીધો. એક અઠવાડિયા સતત વરસેલા ભારે વરસાદ અને પાણી ભરાવના કારણે મગફળીના પાથરા નષ્ટ થઈ ગયા હતા,

.ખેડૂત માવજી કાનાણી જણાવ્યું કે“સરકાર મગફળીની ખરીદી પર ધ્યાન આપી રહી નથી અને પાકમાંથી નાણાકીય લાભ લેવા માટે ખેડૂત પાસે વિકલ્પ નથી. આ સ્થિતિમાં, ખેડૂતોના આક્રોશને સમજવું જરૂરી છે.અને 200 મણ ની ખરીદી જે નિયમ છે એમાં બાંધ છોડ કરી અને ખરીદી કરવી જોઈએ.

ખેડુત અને મજૂર પાસે મગફળી બહાર કાઢવા ના રૂપિયા રહ્યા નથી.એટલે આ સળગાવી દીધી છે હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો પરંતુ ખેડૂત કે મજૂરના હાથમાં કંઈ ન આપ્યું અને હવે શિયાળો વાવેતર કરવા માટે પણ ખેડૂત અને મજૂરને ફાફા પડી ગયા છે

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande