પ્રોહીબિશન લગત અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 8 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, પોલીસ અધિ
પ્રોહીબિશન લગત અસરકારક કામગીરી કરતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 8 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઈન્સ. એસ.વી. રાજપુતનાઓની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. નરવણસિંહ ગોહીલ તથા એ.એસ.આઇ. ગોવિંદભાઇ વંશ તથા પો.કોન્સ. પિયુષભાઇ બારડ નાઓને મળેલ સંયુકત બાતમી આધારે સુત્રાપાડા પો.સ્ટે. સુંદરપરા ટોલનાકા પાસે વાહન ચેકીંગ દરમ્યાન નીચે જણાવેલ વિગતેના ઇસમો પાસે રહેલ મો.સા.માં પ્રોહીબિશન લગત જથ્થો મળી આવતા સુત્રાપાડા પો.સ્ટે. ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- પકડેલ આરોપીઓ :-

(૧) શુભમ ધર્મેન્દ્રભાઇ ચૌહાણ, ઉવ.૨૪ ધંધો-મજુરી, રહે ઉના,

(૨) હાજર નહી મળી આવનાર મોઇન રહે- ઉના

(3) હાજર નહી મળી આવનાર મનુ રાય, રહે-વેરાવળ

> પકડેલ મુદામાલ:-

(૧) ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂની અલગ અલગ કંપનીની નાનીમોટી બોટલો નંગ- ૫૬, કુલ કિ.રૂ. २८,१००/-

(ર) કેટીએમ ડયુક કંપનીની મો.સા. રજી. નંબર ડી ડી ૦૨ ડી ૨૮૭૯ કિ.રૂ.૫૦૦૦૦/-

(3) વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-

કુલ મુદામાલ કિ.રૂ.૮૩,૧૦૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande