
સોમનાથ,8 નવેમ્બર (હિ.સ.) તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા અરણેજ મુકામે આવેલ કસ્તુરબા બાલિકા વિદ્યાલયના પટાંગણ 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃકતા દિવસ વિશે બાળાઓને વિસ્તૃત માહિતી થી માહિતગાર કર્યા.સપ્ટેમ્બર 2014 માં, ડૉ. હર્ષ વર્ધન, જે તે સમયે ભારતના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હતા, તેમણે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની જાહેરાત કરી.તેમણે આ દિવસની શરૂઆત લોકોને કેન્સરને વધુ સારી રીતે સમજવામાં અને પોતાને બચાવવા માટે પગલાં લેવામાં મદદ કરવા માટે કરી હતી.જ્ઞાન ફેલાવો અને કેન્સરની સારવાર મુશ્કેલ બને તે પહેલાં લોકોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.લીગલ સેક્રેટરી અશ્વિન ચૌહાણ અને અંકિતા ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીએલવી પ્રકાશ જે મકવાણા તેમજ વોડન કમ હેડ ટીચર રંજન પરમાર, સહાયક વોર્ડન કંચનબેન વાળા તેમજ બાળાઓ હાજર રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ