
સોમનાથ,8 નવેમ્બર (હિ.સ.) સોમનાથ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણી સાહેબના જન્મદિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા-તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ. ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી ના નિરામય દિર્ઘાયુષ્ય માટે સોમનાથ મંદિરમાં આયુષ્ય મંત્ર જાપ પણ કરવામ આવ્યા હતા.
વિશેષમાં આજરોજ સોમનાથ મહાદેવને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા અર્પણ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ