
ભરૂચ, 8 નવેમ્બર (હિ.સ.) : ભારત પર્વ 2025 ની ઉજવણીના અવસરે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ એકતાનગર ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વવિખ્યાત પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ વૈશ્વિક પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલકને નજરે નિહાળી હતી. તેમણે, મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવોની નોંધ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ