
જૂનાગઢ 8 નવેમ્બર (હિ.સ.) તા. 9 નવેમ્બરના રોજ જુનાગઢ મુક્તિ દિવસ તથા રાજ્યકક્ષાના યુનિટી માર્ચ પદયાત્રા સંદર્ભે સવારના સાતથી બપોરના બે સુધી પદયાત્રા યોજાનાર છે. આ પદયાત્રા બહાઉદીન કોલેજ થી શરૂ થઈ મોતીબાગ, ઝાંસીની રાણી સર્કલ, એસટી સર્કલ ,એસટી સેકન્ડ ગેટ, મેરીગોલ્ડ કોમ્પ્લેક્સ, સરદાર પટેલ કન્યા છાત્રાલય, પાદર ચોક, જોષીપરા શાક માર્કેટ, કયાડા વાડી પટેલ સમાજ, ખલીલપુર રોડ, બાપુનગર મેઇન રોડ, અગ્રાવત ચોક ચાર રસ્તા, એલસીબી ઓફિસ, ગાંધી ચોક સર્કલ, ચીતાખના ચોક, આઝાદ ચોક, વણઝારી ચોક ,મોર્ડન ચોક, કાળવા ચોક, સરદાર ચોક સર્કલથી જુનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પસાર થનાર છે.
આ પદયાત્રા દરમિયાન પાંચથી સાત હજાર જેટલી જનમેદની સહભાગી બનનાર છે. આ જનમેદનીના કારણે રસ્તા પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ લોકોની સુખાકારી અર્થે ટ્રાફિક નિયમન માટે હાલના રસ્તા ઉપર વાહનોને ડાયવર્ઝન સંબંધિત વૈકલ્પિક રુટ જાહેર કરવામાં આવ્યો છે.
જીમખાના સર્કલ થી મોતીબાગ તરફ જતા વાહનો એ કાળવા ચોક થઈ ગિરનાર દરવાજા થી મજેવડી દરવાજા તરફ ડાયવર્ટ કરવા, વંથલી, સોમનાથ તરફથી આવતા વાહનો મધુરમ બાયપાસ થી ઝાંઝરડા ચોકડી તરફ ડાયવર્ટ કરવા, રાજકોટ ,જામનગર તરફથી આવતા વાહનોએ મજેવડી દરવાજા ભવનાથ તરફ કે ખામધ્રોળ રોડ તરફ ડાયવર્ટ કરવા, જુનાગઢ એસટી બસ સ્ટેન્ડ થી આવતા વાહનો એ ઝાંસીની રાણી સર્કલ થી મોતીબાગ તરફ ડાયવર્ટ કરવાના રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ