
પોરબંદર, 8 નવેમ્બર (હિ.સ.) : કમલાબાગ સ્ટેશનના પોલીસ પો.ઈન્સ. આર.સી. કાનમિયાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે સ્કૂટર ચોરીના ગુનામાં એક શખ્સ ચોરીમાં ગયેલ સ્કુટર લઈને ઈન્દીરાનગર રાજવી પાર્ટીપ્લોટ સેડ પરથી નીકળવાનો હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી યકલ સાથે આરોપીને પકડી પાડી ધોરણસર અટક કરી હતી.
આરોપીની પૂછપરછમાં તેણે પોતાનુંનામ આકાશ ઉર્ફે ચોટીયારી મુકેશભાઈ સોલંકી જણાવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી ચોરી થયેલ સ્કૂટર કબ્જે કર્યું હતું. આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર આર.સી.કાનમિયા તથા સર્વેલન્સ પી.એસ.આઈ. એ.એ. ડોડીયા, સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ એસ.એ.બકોત્રા, પો.હેડ કોન્સ. એન.ટી.ભટ્ટ, બી.પી.માળીયા, સી.જી. મોઢવાડીયા, એસ.એમ.જાબુચા, પો.કોન્સ. સાજન રામશીભાઈ, વિજય ખીમાભાઈ, દેવેન્દ્રસિંહ રણજીતસિંહ, સુરેશ કીશાભાઈ, વુ.પો.કોન્સ. દક્ષાબેન ગીજુભાઈ, તથા નૈત્રમ(કમાન્ડ કંટ્રોલ) પોલીસ સ્ટાફ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya