એલ.એન.કે. કૉલેજમાં ‘વંદે માતરમ: 150 વર્ષની ગૌરવગાથા’ની ઉજવણી
પાટણ, 8 નવેમ્બર (હિ.સ.) : પાટણની એલ.એન.કે. કૉલેજ ઑફ એજ્યુકેશન (સી.ટી.ઈ.) ખાતે “વંદે માતરમ: 150 વર્ષની ગૌરવગાથા” કાર્યક્રમની ઉજવણી 7 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજમાં સરકારના પરિપત્ર અનુસા
એલ.એન.કે. કૉલેજમાં ‘વંદે માતરમ: 150 વર્ષની ગૌરવગાથા’ની ઉજવણી


પાટણ, 8 નવેમ્બર (હિ.સ.) : પાટણની એલ.એન.કે. કૉલેજ ઑફ એજ્યુકેશન (સી.ટી.ઈ.) ખાતે “વંદે માતરમ: 150 વર્ષની ગૌરવગાથા” કાર્યક્રમની ઉજવણી 7 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજમાં સરકારના પરિપત્ર અનુસાર આયોજન થયું હતું. રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 7 નવેમ્બર, 1875ના રોજ કરી હતી, જેને આ વર્ષે 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.

આ ગીત ખુદીરામ બોઝ અને ભગતસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યું છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને ‘વંદે માતરમ’ને માત્ર એક ગીત નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમ, એકતા અને માતૃભૂમિ પ્રત્યેની ભક્તિનું પ્રતીક તરીકે સમજાવવાનો હતો. મેનેજમેન્ટ અને કેમ્પસ CDO પ્રો. ડૉ. જય ધ્રુવના માર્ગદર્શન હેઠળ આ ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.

કાર્યક્રમમાં સમૂહગાન સાથે સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો સંકલ્પ શપથ લેવાયો હતો. કોલેજના આચાર્ય ડૉ. ગંગારામ પ્રજાપતિ, સ્ટાફ અને પ્રશિક્ષણાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. ડૉ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે યુવાનોને ‘વંદે માતરમ’ પ્રત્યે ગૌરવભાવ રાખવો જોઈએ અને તેને દિલમાં સ્થાન આપવું જોઈએ. પ્રશિક્ષણાર્થીઓએ કાર્યક્રમને અનુરૂપ બોર્ડવર્ક પણ તૈયાર કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande