અમરેલી ખાતે મંત્રી કોશિક વેકારીયાએ SIR મતદાર યાદી સુધારણા અભિયાનમાં આપ્યું માર્ગદર્શન
અમરેલી, 8 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના મંત્રી કોશિક વેકારીયા આજે અમરેલી ખાતે યોજાયેલા SIR મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના મોટાઆંકડિયા જિલ્લા પંચાયત સીટ વિસ્તારના BLO-2, બૂથ પ્રમુખ
અમરેલી ખાતે મંત્રી કોશિક વેકારીયાએ SIR મતદાર યાદી સુધારણા અભિયાનમાં આપ્યું માર્ગદર્શન


અમરેલી, 8 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના મંત્રી કોશિક વેકારીયા આજે અમરેલી ખાતે યોજાયેલા SIR મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના મોટાઆંકડિયા જિલ્લા પંચાયત સીટ વિસ્તારના BLO-2, બૂથ પ્રમુખો અને કાર્યકર્તાઓને તેમણે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રી કોશિક વેકારીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે લોકશાહીની મૂળ શક્તિ મતદાર છે, અને દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં જોડાય તે અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે આ વિશેષ સુધારણા અભિયાન એ લોકોને લોકશાહી પ્રક્રિયામાં જોડવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે. તેથી દરેક કાર્યકર્તા અને BLOએ પોતાના વિસ્તારના દરેક ઘેર જઈ નવી ઉમરવાળા મતદારો, સ્થળાંતર કરેલ લોકો તેમજ મહિલાઓનાં નામ યાદીમાં સમાવવાની દિશામાં ખાસ પ્રયત્નો કરવા જોઈએ.

કાર્યક્રમ દરમિયાન મંત્રીએ ચૂંટણી પંચના માર્ગદર્શક નિયમોની ચર્ચા કરી અને કહ્યું કે મતદાર યાદીનું નિર્માણ અને સુધારણા એ પારદર્શક ચૂંટણી માટેની પ્રથમ કડી છે. સાથે જ તેમણે હાજર કાર્યકર્તાઓને આ અભિયાનને લોકહિતના સ્વરૂપમાં લેવાની વિનંતી કરી. આ પ્રસંગે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ, ભાજપના આગેવાનો, બૂથ લેવલ અધિકારીઓ તેમજ અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રી વેકારીયાએ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્યા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

અંતમાં તેમણે જણાવ્યું કે દરેક નાગરિકને મતદાર તરીકે જોડવું એ લોકશાહીની મજબૂતાઇ માટેનું રાષ્ટ્રીય કર્તવ્ય છે, અને દરેકે આ કાર્યને સંકલ્પપૂર્વક પૂર્ણ કરવું જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande