પાક મરીન દ્વારા સમુદ્રમાં ફાઇરિંગ કરી બોટ સાથે 8 માછીમારોનું અપહરણ
પોરબંદર, 8 નવેમ્બર (હિ.સ.) : માછીમારીની નવી સિઝન શરૂ થઈ છે ત્યાં જ પાકિસ્તાને લખણ લટકાવીને ઓખાની ફિશિંગ બોટ ઉપર અંધાધુંધ ફાયરિંગ કરીને આઠ ખલાસીઓને ઉઠાવી જવાતા સાગર પુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરિયાઈ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન કે
પાક મરીન દ્વારા સમુદ્રમાં ફાઇરિંગ કરી બોટ સાથે 8 માછીમારોનું અપહરણ


પોરબંદર, 8 નવેમ્બર (હિ.સ.) : માછીમારીની નવી સિઝન શરૂ થઈ છે ત્યાં જ પાકિસ્તાને લખણ લટકાવીને ઓખાની ફિશિંગ બોટ ઉપર અંધાધુંધ ફાયરિંગ કરીને આઠ ખલાસીઓને ઉઠાવી જવાતા સાગર પુત્રોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દરિયાઈ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન કે જે આઈ એમ બી એલ તરીકે ઓળખાય છે તેની નજીક પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા નાપાક હરકત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોરબંદર માછીમાર બોટ એસો.ના પૂર્વ પ્રમુખ અને માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારી એ આપેલ માહિતી મુજબ પાકિસ્તાન મરિન સિક્યુરિટી એજન્સી દ્વારા ગીર સોમનાથ જિલ્લાના માઢવાડ બંદરની અને ઓખાથી ઓપરેટ થતી નર નારાયણ નામની ફિશિંગ બોટનું અપહરણ કરી લીધું છે. આ બોટમાં 8 ખલાસીઓ સવાર હતા. પાકિસ્તાનના જવાનોએ ફિશિંગ બોટ પર ફાયરીંગ પણ કર્યું હોવાનું જાણવા મળે છે જો કે ફાયરીંગ માં કોઈ ને ઈજા થઇ નહીં હોવાનું મનીષભાઈ એ જણાવ્યું હતું .

અપહરણ કરી ઓખાની આ ફિશિંગ બોટને પાકિસ્તાન લઇ જવામાં આવી છે આ દરિયાઈ આતંકની ઘટના અંગે હજી સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તેમજ કોસ્ટ ગાર્ડ કે નેવી સહિતની દરિયાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા પણ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. અપહરણ કરાયેલા ખલાસીઓમાંથી મોટા ભાગના ખલાસી ગીર સોમનાથ પંથકના હોવાનું જાણવા મળે છે ગુજરાતના ખલાસીઓ ભૂલ થી કે અજાણતા આંતરરાષ્ટ્રીય જળસીમા સુધી પહોંચી જાય છે જેનો લાભ લઇ પાક મરીન દ્વારા તેનું અપહરણ કરવામાં આવે છે. જો કે ગત ફિશિંગ સીઝન દરમ્યાન એક પણ ફીશિંગ બોટનું અપહરણ થયું ન હતું અને આ વખતની ફિશિંગ સીઝન શરુ થયા બાદ બોટ અપહરણની આ પ્રથમ ઘટના છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande