

પોરબંદર, 8 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેર તથા ગ્રામ્યપંથકમાં મધમાખીના ઝુંડના હુમલા બનાવમાં સામે આવી રહ્યાં છે બખરલા તથા શહેરના એકતા ગ્રીન સીટીમાં મધમાખી ડંખ મારતા વિસ્તારમાં કયું જોવા મળી રહ્યો છે. પોરબંદર શહેરમાં મધમાખીઓના ઝુંડ દ્વારા અનેક રાહદારીઓ તથા વાહનચાલકોને ડંખ મારવાનો બનાવ સામે આવ્યો છે. શહેરના માધવાણી કોલેજથી એકતા ગ્રીનસિટી તરફ જતા રસ્તા પર મધમાખીઓ દ્વારા ગઇ સવારે 9 વાગ્યાથી સાંજ સુધીમાં અંદાજે 30 જેટલા લોકો પર ઓચિંતો હુમલો કરતા રાહદારીઓ તથા વાહનચાલકોમા નાસભાગ જોવા મળી હતી. રસ્તા પર આ રીતે ઓચિંતા મધમાખીઓના ઝુંડના હુમલાથી લોકોમા નાસભાગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ડંખના કારણે અનેક લોકોને દુખાઓ થતાં 108 મારફત સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હજુ પણ ક્યારેક મધમાખીઓ હુમલો કરતી હોવાથી આ રસ્તા પર કફફ્યૂ સમાન માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya