પોરબંદર પોલીસ દ્વારા 3 માથાભારે ઈસમોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા
પોરબંદર, 8 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા એક માથાભારે ઇસમ તથા ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃત્તિ કરનાર બે મળી કુલ ત્રણ ઇસમોને પાસામાં મોકલવા જીલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા થયેલ હુકમ અન્વયે આરોપીની અટકાયત કરી સુરત, અમદાવાદ તથા વડોદરા જ
પોરબંદર પોલીસ દ્વારા 3 માથાભારે ઈસમો ને પાસા હેઠળ જેલ હવાલે કરાયા


પોરબંદર પોલીસ દ્વારા 3 માથાભારે ઈસમો ને પાસા હેઠળ જેલ હવાલે કરાયા


પોરબંદર પોલીસ દ્વારા 3 માથાભારે ઈસમો ને પાસા હેઠળ જેલ હવાલે કરાયા


પોરબંદર, 8 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા એક માથાભારે ઇસમ તથા ગેરકાયદેસર દેશી દારૂની પ્રવૃત્તિ કરનાર બે મળી કુલ ત્રણ ઇસમોને પાસામાં મોકલવા જીલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા થયેલ હુકમ અન્વયે આરોપીની અટકાયત કરી સુરત, અમદાવાદ તથા વડોદરા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેંક ઓફ બરોડા વિસાવાડાની બેંકમાં ધારીયા સાથે પ્રવેશ કરી ભયનો માહોલ ઉભો કરી જાહેરમાં ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરનાર શખ્સ વિરુદ્ધ દાખલ થયેલા ગુન્હામાં સંડોવાયેલ આરોપી અનિલ ઉર્ફે ખોડો સાજણભાઇ કેશવાલા, વિરૂધ્ધમાં મિયાણી મરિન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એમ.ડીવાળાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા રાણાવાવ વિભાગના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપી કિશોર સાજણભાઈ ગુરગુટીયા અને સરમણ પોલાભાઈ ગુરગુટીયા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.

એન.એન.તળાવીયા દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વડોદરા તથા અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયાએ પાસા વોરાંટની બજવણી કરી અનુક્રમે વડોદરા તથા અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે.આ કામગીરીમાં પોરબંદર રાણાવાવ પો.સ્ટે. ના પો.ઈન્સ. એન.એન. તળાવીયા તથા મિયાણી મરીન પો.સ્ટે.ના પો.ઈન્સ. એમ.ડી.વાળા તથા પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પો.ઈન્સ. આર.કે.કાંબરીયા તથા એ.એસ. આઈ. ઉદયભાઈ વરૂ, મુકેશભાઈ માવદીયા, રૂપલબેન લખધીર, HC વિપુલભાઈ ઝાલા, હીમાંશુભાઈ મક્કા જીતુભાઈ દાસા, પો.કોન્સ. નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા રાણાવાવ પો.સ્ટે. એ.એસ.આઈ. એસ.આર. ઓડેદરા, ભરતભાઈ જાડેજા, રણજીતભાઈ ડાંગર, પો.કોન્સ. સરમણભાઈ મારૂ, મિયાણી મરીન પો.સ્ટે.ના HC કારાભાઈ મોકરીયા, પો.કોન્સ. સજ્જનસિંહ જેઠવા, પો.હેડ કવાર્ટરના ડા.પો. કોન્સ. વિજયભાઈ માવદીયા રોકાયેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande