પાટણના પ્રહલાદભાઈ સોનીનું દેહદાન – સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ
પાટણ, 8 નવેમ્બર (હિ.સ.) : પાટણના શ્રેષ્ઠી અને ઝવેરી બજારના પૂર્વ પ્રમુખ સ્વ. પ્રહલાદભાઈ ડાહ્યાભાઈ સોનીનું અવસાન થતાં તેમના દેહનું દાન કરવામાં આવ્યું છે. શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના ચક્ષુદાન-દેહદાન કાર્યક્રમ અંતર્ગત ધારપુર મેડિકલ કોલેજ
પ્રહલાદભાઈ સોનીનું દેહદાન – સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ


પાટણ, 8 નવેમ્બર (હિ.સ.) : પાટણના શ્રેષ્ઠી અને ઝવેરી બજારના પૂર્વ પ્રમુખ સ્વ. પ્રહલાદભાઈ ડાહ્યાભાઈ સોનીનું અવસાન થતાં તેમના દેહનું દાન કરવામાં આવ્યું છે. શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયના ચક્ષુદાન-દેહદાન કાર્યક્રમ અંતર્ગત ધારપુર મેડિકલ કોલેજ ખાતે દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. આ દેહ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પણ કરાયો છે. ટૂંકા સમયગાળામાં ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા આ ત્રીજું દેહદાન છે.

પ્રહલાદભાઈના પરિવારે લાઇબ્રેરીના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાનો સંપર્ક કરીને દેહદાન માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ડો. સોમપુરાએ ધારપુર હોસ્પિટલના એનાટોમી વિભાગના વડા ડો. બથીજા, આશીષભાઈ, ડો. વિરાજ અને સ્ટાફના સહયોગથી દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી. આ પ્રસંગે પરિવારજનો, સમાજના અગ્રણીઓ, આર.એસ.એસ.ના હોદ્દેદારો તેમજ વેપારી વર્ગના અનેક સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.

સ્વ. પ્રહલાદભાઈએ કારકિર્દી આદર્શ શિક્ષક તરીકે શરૂ કરી હતી અને બાદમાં પાટણમાં અંબિકા જ્વેલર્સ સ્થાપી સોની બજારમાં ખ્યાતિ મેળવી હતી. તેમણે સોની સમાજના વિવિધ મંડળોમાં પ્રમુખ તરીકે સેવા આપી હતી તેમજ છાત્રાલય, સાંસ્કૃતિક ભવન અને રામજી મંદિર જેવા નિર્માણ કાર્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઉપરાંત તેમણે વિશ્વ હિન્દુ પરિષદ, સત્સંગ મંડળ, બ્રહ્માકુમારી, આર.એસ.એસ. અને સિનિયર સિટીઝન ક્લબમાં સક્રિય ભાગ લીધો હતો. તેમના ચક્ષુદાન અને દેહદાનથી સમાજને માનવતાની પ્રેરણા મળી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande