
અમદાવાદ5,8 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા સંઘની શતાબ્દી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા, પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શૉનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 11થી 14 નવેમ્બર 2025 દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રથમ દિવસે ઉદ્ઘાટન અને લોકાર્પણ કરાશે.
3 દિવસના કાર્યક્રમમાં સંઘના વરિષ્ઠ વિચારકો, પ્રજ્ઞા પ્રવાહ અને ભારતીય વિચાર મંચના પ્રતિનિધિઓ તેમજ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને સમાજના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બ્રિટિશ હાઈ કમિશને પણ આમંત્રણ સ્વીકાર્યું છે.
ત્રણ દિવસ દરમિયાન વ્યાખ્યાનમાળા, પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો યોજાશે. ગાંધીજી, સરદાર પટેલ, બાબા સાહેબ સહિતના નેતાઓના સંઘ સાથેના સંબંધ રહ્યા તેના ડોક્યુમેન્ટ પણ પ્રદર્શનીમાં બતાવવામાં આવશે. આ ઉપરાંત સંઘ માટેનો મલ્ટીમીડિયા શૉ યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ