
વલસાડ, 8 નવેમ્બર (હિ.સ.) : વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઈવે નં. 48 પર શંકાસ્પદ અને અયોગ્ય વર્તનની ફરિયાદને પગલે બે મહિલાઓને પકડી કાર્યવાહી કરી છે. શુક્રવારની રાત્રે સરોધી ગામ નજીક આવેલા ઢાબા વિસ્તાર પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બે મહિલાઓ લોકોનો રસ્તો અટકાવી અયોગ્ય ઈશારા કરી રહી હોવાનું જણાયું. ઘટના સ્થળે પંચો બોલાવી કાયદેસરની કાર્યવાહી કરતા બંનેને હિરાસતમાં લેવામાં આવી. મૂળ આસામ રાજ્યની અને હાલ ગુંદલાવ વિસ્તારમાં રહેતી આ મહિલાઓના નિવેદનો નોંધાયા છે. પોલીસએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 110 અને 117 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સૂત્રોની માન્યતા મુજબ છેલ્લા થોડા સમયમાં હાઈવે પટ્ટામાં આવી પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં વધારો દેખાઈ રહ્યો છે. આ ધ્યાનમાં રાખીને રૂરલ પોલીસ તરફથી પેટ્રોલિંગ અને ચકાસણી વધુ તીવ્ર બનાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે