
પોરબંદર, 8 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન પરથી ફરાર કેદી/ આરોપીઓ તથા ગેઝેટ તથા લાલશાહીથી ફરાર આરોપીઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી, જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડ પોરબંદરના પો.સબ.ઈન્સ એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન રાણાવાવ પો.સ્ટે.માં 2010માં નોંધાયેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપી માનસીંગ કેંદુ નકૈયા અજનાર તેના વતનમાં હોવાની બાતમી મળતા હકીકત આધારે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. જેથી તેની ધરપકડ કરી રાણાવાવ પો.સ્ટે. ખાતે સોપી આપવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પો.સબ. ઈન્સ. એચ.એમ.જાડેજા, એ.એસ.આઈ. એચ.કે.પરમાર, જે.આર.કટારા, પિયુષભાઇ બોદર, હરેશભાઈ સિસોદીયા, HC પિયુષભાઈ સીસોદીયા, કેશુભાઈ ગોરાણીયા, પ્રકાશભાઇ નકુમ, વજશીભાઈ વરૂ, જેતમલભાઈ મોઢવાડીયા, ભુપેન્દ્રસિંહ ઝાલા તથા PC આકાશભાઈ શાહ અને ટેકનીકલ ટીમ રોકાયેલી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya