ગાંધીનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉવારસદ ખાતે મહિલા કાનૂની હકો અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર, 8 નવેમ્બર (હિ.સ.) કર્ણાવતી યુનિવર્સિટી એન.એસ.એસ. યુનિટ અને યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લોની લીગલ એઈડ ક્લિનિક (LAC) ના સંયુક્ત ઉપક્રમે શનિવારે ઉવારસદ, ગાંધીનગર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “મહિલા કાનૂની હકો અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 8 નવેમ્બર (હિ.સ.) કર્ણાવતી યુનિવર્સિટી એન.એસ.એસ. યુનિટ અને યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લોની લીગલ એઈડ ક્લિનિક (LAC) ના સંયુક્ત ઉપક્રમે શનિવારે ઉવારસદ, ગાંધીનગર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “મહિલા કાનૂની હકો અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ”નું સફળ આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓને તેમના કાનૂની અધિકારો, માનસિક આરોગ્ય અને સામાજિક સુરક્ષા વિશે જાગૃત કરવાનો રહ્યો. આ કાર્યક્રમ દરમિયાન ઘરેલુ હિંસા, બળાત્કારના કેસોમાં કાનૂની સહાય, ગર્ભાવસ્થા દરમિયાનના હકો, જબરદસ્તી ગર્ભપાત, તેમજ લિંગ આધારિત હિંસા જેવા અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લો ના એન.એસ.એસ.ના સ્વયંસેવકો હિતાર્થી પંચાલ, વિધાનશિકા ચૌહાણ, તન્વી કુમાવત, હિમાંશુ કુમાર, દક્ષ વિષ્ણોઈ એ મહિલાઓને વિવિધ કાયદા, યોજનાઓ અને સહાય મેળવવાની પ્રક્રિયા અંગે સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. તેમણે જીવનના દરેક પડાવ પર કાયદાની જાણકારીનું મહત્વ સમજાવ્યું.

કાર્યક્રમમાં આશા વર્કર્સ અને નર્સિસે પણ ભાગ લીધો જેથી તેઓ ભવિષ્યમાં ગામની અન્ય મહિલાઓને મદદરૂપ બની શકે. તેમના માધ્યમથી કાનૂની જાગૃતિ વધુ વ્યાપક સ્તરે પહોંચે તેવો હેતુ રહ્યો.

કર્ણાવતી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ.તારિક અલિ સૈયદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર અંજલી પટેલ તેમજ લીગલ એઇડ ક્લિનિકના મેનેજર વિનોદભાઇ મકવાણાના દેખરેખમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉવારસદના મેડિકલ ઓફિસર ડો.સરોજિનીબેનનો ખૂબ જ ફાળો રહ્યો હતો.

આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો, અને મહિલાઓ સાથે સીધો સંપર્ક સાધી, તેમને સમજાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આ કાર્યક્રમથી સ્વયંસેવકોને સમાજમાં સ્ત્રી સશક્તિકરણ માટે કાર્ય કરવાની નવી પ્રેરણા મળી.

અંતે કાર્યક્રમથી એક સ્પષ્ટ સંદેશ મળ્યો — જ્યારે દરેક મહિલા પોતાના હકો વિશે જાગૃત બનશે, ત્યારે જ સાચા અર્થમાં સમાનતા અને સશક્ત સમાજનું નિર્માણ શક્ય બનશે.

આ પહેલ એન.એસ.એસ. સ્વયંસેવકો માટે માનવ સેવા, સહાનુભૂતિ અને કાનૂની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande