ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા હોમગાર્ડના સંયુક્ત ઉપક્રમે યોગ શિબિર યોજાઈ
વલસાડ, 8 નવેમ્બર (હિ.સ.) : ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હોમગાર્ડ વિભાગ વચ્ચે રાજ્ય કક્ષાએ થયેલા એમઓયુ મુજબ હોમગાર્ડમાં કાર્યરત જવાનોની શારીરિક અને માનસિક તંદુરસ્તી સુદૃઢ બની રહે તે હેતુસર ગુજરાતના
Valsad


વલસાડ, 8 નવેમ્બર (હિ.સ.) : ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હોમગાર્ડ વિભાગ વચ્ચે રાજ્ય કક્ષાએ થયેલા એમઓયુ મુજબ હોમગાર્ડમાં કાર્યરત જવાનોની શારીરિક અને માનસિક તંદુરસ્તી સુદૃઢ બની રહે તે હેતુસર ગુજરાતના દરેક જિલ્લાઓમાં યોગ શિબિર, યોગ સંવાદ અને યોગ ટ્રેનિંગનું આયોજન થઈ રહ્યું છે. તા.૮ નવેમ્બરના રોજ શનિવારે ઉમરગામ તાલુકાના ભીલાડ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલના પટાંગણમાં યોગ શિબિર અને સંવાદનું આયોજન હોમગાર્ડના જવાનો માટે કરવામાં આવ્યું હતું. શિબિર દરમ્યાન આસન, પ્રાણાયામ, ધ્યાન, ભોજન શૈલી અને દિનચર્યા વિષયમાં જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. જિલ્લા કો-ઓર્ડીનેટર મતી પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી ટ્રેનિંગ વિષયમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

સંપૂર્ણ કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંકલન જિલ્લા હોમગાર્ડ વિભાગના સ્ટાફ ઓફિસર નિધિબેન કાવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વરૂપ સ્વામી, સ્કૂલના ઇંગ્લીશ મીડિયમના આચાર્ય હિના દિક્ષિત, ગુજરાતી મિડિયમના આચાર્ય પ્રતિમાબેન, સ્કૂલના સંચાલક દિવ્યેશભાઈ, ભીલાડ પંચાયતના સભ્ય વર્ષા શાહ, વિશ્વ હિન્દુ પરિષદ વિભાગના વિશેષ સંપર્ક પ્રમુખ પિયુષ શાહ, હિંસા નિવારણ સંઘના ગૌતમ કિતાવત, ડિમ્પલ કિતાવત, ભીલાડના ઓફિસર કમાન્ડિંગ વિનોદ આરેયકર અને ઉમરગામના ઓફિસર કમાન્ડિંગ દિનેશ પટેલ, યોગ બોર્ડના યોગ કોચ વિપુલ ભંડારી અને યોગ ટ્રેનર ચિશીલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande