મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત
જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓએ આવકાર્યા જૂનાગઢ, 8 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેશોદ એરપોર્ટ ખાતે જૂનાગઢ જિલ્લાના પદાધિકારી-અધિકારીઓએ ભાવભેર આવકાર્યાં હતા. મુખ્યમંત્રી આવતીકાલે તા.૯- ૧૧- ૨૦૨૫ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત  .


જૂનાગઢ જિલ્લાના પદાધિકારી- અધિકારીઓએ આવકાર્યા

જૂનાગઢ, 8 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેશોદ એરપોર્ટ ખાતે જૂનાગઢ જિલ્લાના પદાધિકારી-અધિકારીઓએ ભાવભેર આવકાર્યાં હતા. મુખ્યમંત્રી આવતીકાલે તા.૯- ૧૧- ૨૦૨૫ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અને જૂનાગઢની આઝાદી દિવસના અવસરે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવશે.

કેશોદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રીને સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વ દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગટીયા, અરવિંદભાઈ લાડાણી, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, રેન્જ આઈજી નિલેશ જાજડિયા, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જેડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, અગ્રણી વેલજીભાઈ મસાણી સહિતના મહાનુભાવોએ આવકાર્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande