જામનગર જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ
જામનગર, 8 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લાના વિકાસલક્ષી અને વહીવટી કામગીરીની
સંકલન બેઠક


જામનગર, 8 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લાના વિકાસલક્ષી અને વહીવટી કામગીરીની સમીક્ષા માટે વિસ્તૃત સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રભારી મંત્રી સમક્ષ જિલ્લાના વિવિધ આયોજનના કામો અને યોજનાકીય કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. કલેક્ટરે કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પાક પરિસ્થિતિ અને જિલ્લાના વર્તમાન વાવેતર વિસ્તારની સ્થિતિ, રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની પ્રગતિ, 'સુજલામ સુફલામ જળ અભિયાન' અને 'કેચ ધ રેઇન 2.0' અંતર્ગત થયેલી જળ સંરક્ષણની કામગીરી, મનરેગા યોજનાની અસરકારકતા અને જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે થયેલી પ્રગતિ, વહીવટી સુધારણા અંગેની કામગીરી, અનઅધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશ, ઓપરેશન સિંદૂર અને ઓપરેશન અભ્યાસ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રએ કરેલ સરાહનીય કામગીરી તેમજ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી.

મંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલ સઘન કામગીરીને બિરદાવી હતી અને બાકી રહેલા વિકાસલક્ષી કાર્યોને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સંકલન બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઇ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ આગેવાન ડો.વિનુભાઈ ભંડેરી અને બીનાબેન કોઠારી સહિત સંકલન સમિતિના સૌ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande