જામનગર જિલ્લામાં યોજાનાર એકતાયાત્રા અંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
જામનગર, 8 નવેમ્બર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં‌ પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચ
એકતાયાત્રા બેઠક


જામનગર, 8 નવેમ્બર (હિ.સ.) : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં‌ પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે મંત્રી સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે 'એક ભારત આત્મનિર્ભર ભારત' ના સૂત્ર સાથે જામનગર શહેર અને જિલ્લામાં તા.13 થી તા.17 નવેમ્બર દરમિયાન ભવ્ય પદયાત્રા‌ યોજાશે.

જે અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે, જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે. પ્રત્યેક પદયાત્રા 8 થી 10 કિલોમીટરની રહેશે અને તેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે.

તા.13/11/2025 ના રોજ જામજોધપુર ખાતે સમાણા ચોકડી-દલ દેવડીયા થી સદોડર સુધી, તા.14/11/2025 ના રોજ જામનગર ખાતે ગાંધીનગર રેલવે સ્ટેશનથી લાલ બંગલા સર્કલ, તા.15/11/2025 ના રોજ જામનગર ખાતે પટેલ સમાજ રણજીતનગરથી પંચેશ્વર ટાવર સુધી, તા.16/11/2025 ના રોજ જામનગર ગ્રામ્ય ખાતે ધૂતારપરથી ધૂડસીયા સુધી, તા.17/11/2025 ના રોજ કાલાવડ ખાતે આણંદપર નિકાવાથી ખડ ધોરાજી સુધી આ પદયાત્રા યોજાશે.

જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાશે.'સરદાર સ્મૃતિવન'ની સ્થાપના કરવાની સાથે એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 562 વૃક્ષો વાવવામાં આવશે. આ ઉપરાંત, યાત્રાના રુટ પર સખી મંડળના સ્ટોલ્સ ઉપરાંત આરોગ્ય કેમ્પનું આયોજન, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ તથા આરોગ્ય શિબિરો યોજાશે.

'સરદાર@150 યંગ લીડર ક્વિઝ', 'સરદાર@150 નિબંધ સ્પર્ધા' અને 'રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા' યોજાશે, જેના માટે My Bharat પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande