માતાના વિયોગમાં દીકરી અને માનસિક બિમારીથી કંટાળી યુવકનો આપઘાત
જામનગર, 8 નવેમ્બર (હિ.સ.) : જામનગરના લાલવાડી અટલ આવાસના કંકાવટી બ્લોક નંબર બી ૫૦૫માં રહેતી જેનીશાબેન સંજયભાઈ વારા નામની ૧૭ વર્ષની ભોઈરાજ જ્ઞાતિની તરુણી વિદ્યાર્થીનીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી
આપઘાત મોત


જામનગર, 8 નવેમ્બર (હિ.સ.) : જામનગરના લાલવાડી અટલ આવાસના કંકાવટી બ્લોક નંબર બી ૫૦૫માં રહેતી

જેનીશાબેન સંજયભાઈ વારા નામની ૧૭ વર્ષની ભોઈરાજ જ્ઞાતિની તરુણી

વિદ્યાર્થીનીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા

દ્વારા આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ભારે ગમગઈની છવાઈ છે. આ

બનાવ અંગે મૃતક તરુણીના પિતા સંજયભાઈ જયંતીભાઈ વારાએ પોલીસને જાણતા કરતાં

સીટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા

હતા, અને તરૂણી વિદ્યાર્થીની ના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ

કરાવ્યું હતું, જ્યારે સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસમાં

જાહેર કરાયા અનુસાર મૃતક નિશાબેન, કે જે પોતે કોલેજમાં અભ્યાસ કરે છે, અને

તેણીની માતાનું આજથી આઠ મહિના પહેલાં બીમારીના કારણે અવસાન થઈ ગયું હતું,

જેથી તેણીના મૃત્યુ બાદ પોતે ટેન્શનમાં રહેતી હતી, અને આખરે ગઈકાલે ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. જે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.

બીજા બનાવમાં સતાપર

ગામની ગજાનંદ સોસાયટીમાં રહેતા અમિત કરશનભાઇ નકુમ ઉ.વ.૪૩ નામના યુવાનને

છેલ્લા ૩-૪ વર્ષથી માનસિક બિમારી હોય અને તેઓને પોરબંદર હોસ્પીટલ ખાતે

સારવાર ચાલતી હતી બિમારીના કારણે વિચારો કર્યે રાખતા હતા, દરમ્યાન કંટાળી

જઇ પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું.

બનાવ અંગે સતાપર ગામમાં રહેતા અજય કરશનભાઇ નકુમ દ્વારા જામજોધપુર પોલીસમાં

જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી

હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande