અમદાવાદના એસજી હાઇવે પરના અંડરબ્રિજમાં બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં યુવકનું મોત, બે યુવતીને ઈજા
અમદાવાદ, 8 નવેમ્બર (હિ.સ.) : શહેરના એસ.જી. હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેમાં અનેક લોકોના જીવ જાય છે.આજે વહેલી સવારે આજે અમદાવાદના એસ.જી. હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. આજે સવારે પાંચેક વાગ્યાની આસપાસ એસ.જી. હાઈવે રોડ પર મર્સિડીઝ બ
અમદાવાદના એસજી હાઇવે પરના અંડરબ્રિજમાં બંધ ટ્રકમાં કાર ઘૂસી જતાં યુવકનું મોત, બે યુવતીને ઈજા


અમદાવાદ, 8 નવેમ્બર (હિ.સ.) : શહેરના એસ.જી. હાઈવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેમાં અનેક લોકોના જીવ જાય છે.આજે વહેલી સવારે આજે અમદાવાદના એસ.જી. હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. આજે સવારે પાંચેક વાગ્યાની આસપાસ એસ.જી. હાઈવે રોડ પર મર્સિડીઝ બેન્ઝ શોરૂમની સામે ગુરુદ્વારા અંડરબ્રિજ પર આઇશર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક 23 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે કારમાં બેઠેલી બે યુવતીઓ ઇજાગ્રસ્ત થઈ છે.એક યુવક પોતાની કીઆ સેલ્ટોસ કાર લઈને પૂરઝડપે આવી રહ્યો હતો, ત્યારે બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે કારની ટક્કર થતાં કારચાલક યુવકનું કરૂણ મોત થયુ હતું. આ મામલે એસ. જી. 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વહેલી સવારે 5 વાગ્યે એસ. જી. હાઈવે પરના ગુરુદ્વારા પાસેના અંડરબ્રિજમાં એક આઈસર ટ્રક પરથી થઈ રહી હતી, ત્યારે ટ્રક બંધ પડી ગઈ હતી. આ દરમિયાનમાં થલતેજથી ઈસ્કોન તરફ કાળા કલરની કીયા સેલ્ટોસ કાર પૂરઝડપે જઈ રહી હતી. કારની સ્પીડ એટલી હતી કે, અંડરબ્રિજમાં બંધ પડેલી આઈસર ટ્રક કારચાલકને દેખાઈ નહીં અને પાછળથી ટક્કર મારી દીધી હતી. ધાડાકાભેડ કાર ટ્રકમાં અથડાવતા કારચાલક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે તેની સાથે બેઠેલી બે યુવતી પણ ઈજાગ્રસ્ત થઈ હતી.

આ અકસ્માત થતાની સાથે જ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત યુવક અને યુવતીઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, કારચાલકનું નામ આર્યન બત્રા છે અને તે આંબલી પાસે આવેલા આર્યન ઓપ્યુલ્સન ફ્લેટમાં રહે છે. અકસ્માતના કારણે આર્યનને શરીર પણ ગંભીર ઈજાઓ પહોચતા તેનું સારવાર દરમિયાન મોત થયુ છે. આર્યનની સાથે તેની બે મહિલા મિત્ર પણ હતી, જેમને શરીર પર ઈજા પહોચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બન્ને યુવતી નવરંગપુરાના પીજી હોસ્ટેલમાં રહે છે. એસજી 1 ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande