
બેંક એકાઉન્ટનો ખોટો ઉપયોગ કરી છેતરપીંડી કરી દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ક્રાઇમ કરતા હતા
ગીર સોમનાથ, 9 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જના માન. આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લાના માન પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા માર્ગદર્શન અને સૂચનાના અનુસંધાને, જિલ્લામાં વધતા સાયબર ફ્રોડના બનાવોને અટકાવવા, લોકોમાં જાગૃતિ લાવવા તથા આવા ગુનાઓ આચરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ અનુસંધાને, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ગીર સોમનાથ ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.રાજપૂત ના માર્ગદર્શન હેઠળ થયેલી તપાસમાં એક ગંભીર સાયબર ફ્રોડનો બનાવ બહાર આવ્યો છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમના એક મિત્ર નકુલભાઈ કાનાભાઈ રામ (રહે. સુત્રાપાડા) એ લોન મેળવવા માટે મદદ માંગતાં તેમના SBI બેંક ખાતાની માહિતી, ચેકબુક, એ.ટી.એમ. કાર્ડ તથા સિમ કાર્ડ લઈ લીધેલ. બાદમાં ફરિયાદીના ખાતામાં શંકાસ્પદ રીતે પૈસા આવતા ફરિયાદીને શંકા જતા ફરિયાદી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગીર સોમનાથનો સપર્ક કરી અરજી કરેલ જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ કરતા ફરિયાદીના ખાતામાં આશરે રૂ. 1.71 કરોડના ટ્રાન્જેક્શન થયેલ હોવાનું જાણવા મળતા જે બાબતે ફરિયાદીને જાણ કરેલ બાદ ફરિયાદીને તેમના મિત્ર નકુલભાઈનો ફોન આવતા ફરી. ના ખાતામાંનો ઉપયોગ નકુલભાઈ પાસેની નીચેના ઇસમો દ્રારા મેળવી એક બીજાની મદદગારી મેળવી છેતરપિંડી કરતા ઈસમોને પકડી પાડી સાયબર ક્રાઇમ પો.સ્ટે. ગીર સોમનાથ ખાતે ગુન્હો રજી કરી ગુન્હો ડિટેક્ટ કરેલ છે.
જેમાં કુલ પાંચ આરોપીઓ પકડાયા છે.
1. વસીમ ઉમરભાઈ શેખ (રહે. સાવરકુંડલા)
2. હિતેષ કિશોરભાઈ કીડીયા (રહે. બાબરા)
3. આયુષ ભરતભાઈ ડેર (રહે. લાઠી)
4. ભટ્ટી મુબિન જીભાઈ (રહે. સાવરકુંડલા)
5. ઉત્સવભાઈ ભરતભાઈ સાગઠીયા (રહે. જુનાગઢ)
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ