


ગોધરા, ૯ નવેમ્બર (હિ. સ.) ગોધરા નજીક 4 વર્ષ ની બાળકી પર રખડતા શ્વાન નો હુમલો, ઈજાગ્રસ્ત બાળકી ની સિવિલ હોસ્પિટલ મા સારવાર
ગોધરા માં રખડતા શ્વાનનો આંતક યથાવત રહ્યો છે રખડતા શ્વાને 4 વર્ષના બાળક ઉપર હુમલો કરી માથાના ભાગે બચકા ભર્યા હતા જેનાથી બાળકના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો 4 વર્ષના કાર્તિક રાજેશ પરમાર નામના બાળક માતા સાથે ડોક્ટરના મુવાડા બળીયા દેવ મંદિર નજીક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક રખડતા શ્વાને હુમલો કર્યો હતો અને મોઢા ના ભાગે બચકા ભર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ