
સુરત, 9 નવેમ્બર (હિ.સ.) : સુરતના મેથીધરપુરા વિસ્તારમાં રેલવે સ્ટેશન નજીક આવેલા પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા ગેરકાયદેસર દેહ-ધંધા પર AHTU અને મહિધરપુરા પોલીસએ સંયુક્ત દરોડા પાડ્યા.
કારરવાઈ દરમિયાન બે સંચાલક સહિત, પાંચ લોકો ઝડપાયા અને બાંગ્લાદેશની 2 સાથે કુલ 5 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. ત્રણ ગ્રાહકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા.
વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક અને બે સાગરીતો ફરાર છે અને તેમની શોધ ચાલુ છે. પોલીસને સ્થળ પરથી રૂ. 50,500નો મુદ્દામાલ, મોબાઇલ ફોન, QR કોડ અને રજીસ્ટરો મળ્યા.
આ રેઇડથી રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર નેટવર્કનો ખુલાસો થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે