
જૂનાગઢ, 9 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાનીમાં મદદ કરવા અત્યાર સુધીનું સૌથી મોટું ખેડૂત રાહત પેકેજ જાહેર કરતા જુનાગઢમાં આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જૂનાગઢના આગેવાનોએ રૂબરૂ મળીને આભાર માન્યો હતો.
નવમી નવેમ્બર જુનાગઢ મુક્તિ દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી યુનિટી માર્ચ પદયાત્રા પૂર્વે જૂનાગઢના સંગઠનના પદાધિકારીઓ ખેડૂત અને સહકારી ક્ષેત્રના આગેવાનો ધારાસભ્યઓ, સાંસદ મુખ્યમંત્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રીનું સન્માન કરી ગુજરાતના ઇતિહાસનો ખેડૂત માટેનું સૌથી મોટું રાહત પેક જ જાહેર કરીને ખેડૂતોની પડખે ઉભા રહી સહાયતા બદલ સરકારનો આભાર માન્યો હતો.
સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડીયા, ભગવાનજી કરગઠીયા , દેવા માલમ, અરવિંદલાડાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશકટારા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, પલવીબેન સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીને મળ્યા બાદ પ્રતિભાવ આપતા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌથી મોટું અને ઐતિહાસિક અગાઉ ક્યારેય જાહેર ન થયું એવું ખેડૂત રાહત પેકેજ જાહેર કર્યું છે. સહકારી ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો અને ખેડૂતો સભાસદો વતી તેઓએ સરકારનો આભાર માનતા કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને આ પેકેજથી ખેડૂતોને મદદ થશે. મુખ્યમંત્રી એ જુનાગઢ જિલ્લાની પણ કમોસમી વરસાદ દરમિયાન મુલાકાત લીધી હતી અને તાત્કાલિક સર્વેની કામગીરી કરાવી સમગ્ર રાજ્યના ખેડૂતો માટે કલ્યાણકારી ખેડૂત સહાયતા પેકેજ રૂપિયા 10 હજાર કરોડની રકમનું આપ્યું છે તે વાત પણ કરી હતી.
જુનાગઢ સાવજ ડેરીના ચેરમેન અને અગ્રણી દિનેશભાઈ ખટારીયા એ પણ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું કે ખેડૂતો માટે આ સૌથી મોટું ઐતિહાસિક રાહત પેકેજ છે. આવતીકાલ નવમી થી સરકારે 15 હજાર કરોડના ખર્ચે ટેકાના ભાવે ખેતી પાકોની ખરીદી નો પણ પ્રારંભ કરવાનો નિર્ણય લીધો છે તે બદલ પણ તેઓએ સરકારનો આભાર માન્યો હતો.
વિસાવદરથી ખેડૂત આગેવાન અને એપીએમસીના ચેરમેન તથા વિસાવદર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ વિનુભાઈ હપાણીએ પણ પ્રતિભાવ આપી ખેડૂત રાહત પેકેજ બદલ સરકારનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ