કૃષિ રાહત પેકેજ બદલ હર્ષ વ્યક્ત કરતા ખેડૂત ધાનાભાઈ સોલંકી
ગીર સોમનાથ, 9 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકનું વ્યાપક નુકસાન થયું છે. પાક નુકશાનીથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પેકેજનો ત્વરીત અને ઝડપી નિર્ણય લીધો છે. આ નિ
કૃષિ રાહત પેકેજ


ગીર સોમનાથ, 9 નવેમ્બર (હિ.સ.) : રાજ્યના અનેક વિસ્તારોમાં આવેલા અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાકનું વ્યાપક નુકસાન થયું છે. પાક નુકશાનીથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય પેકેજનો ત્વરીત અને ઝડપી નિર્ણય લીધો છે. આ નિર્ણય બદલ ગીર સોમનાથના લાટી ગામના ખેડૂત ધાનાભાઈ લખમણભાઈ સોલંકીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ધાનાભાઈ લખમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદમાં મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. આ કમોસમી વરસાદના કારણે અમે પાયમાલ થઈ ગયાં છીએ. જોકે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલું દસ હજાર કરોડનું પેકેજ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારે લીધેલો આ નિર્ણય ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ સાબિત થયો છે.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને પારાવાર નુકસાન પહોચ્યું છે. જગતના તાત પર આવી પડેલી આ કપરી પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોની સાથે ઉભી છે. આવા આકરા સમયમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ જાહેર કરતા ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો આ નિર્ણયને સહર્ષ આવકારી રહ્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande